Get The App

WFIના સસ્પેન્શન પર સંજય સિંહની પહેલી પ્રતિક્રિયા આવી સામે, કહ્યું- 'હું ફ્લાઇટમાં હતો અને ખબર પડી કે...'

સંજય સિંહે WFIની ચુંટણીમાં પૂર્વ રેસલર અનિતા શિયોરાનને હરાવી હતી

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
WFIના સસ્પેન્શન પર સંજય સિંહની પહેલી પ્રતિક્રિયા આવી સામે, કહ્યું- 'હું ફ્લાઇટમાં હતો અને ખબર પડી કે...' 1 - image
Image:Social Media

Sanjay Singh's Reaction On WFI Suspension : હાલમાં જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીમાં ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે પૂર્વ રેસલર અનિતા શિયોરાનને હરાવી હતી. અધ્યક્ષ બનવાના ત્રણ દિવસ બાદ ખેલ મંત્રાલયે મોટી કાર્યવાહી કરતા રેસલિંગ ફેડરેશન અને તેના નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પર ખેલ મંત્રાલયની કાર્યવાહી વિરુદ્ધ સંજય સિંહ જૂથ કોર્ટમાં જઈ શકે છે.

સસ્પેન્શન બાદ સંજય સિંહની પ્રતિક્રિયા આવી સામે

સંજય સિંહ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે આ મામલાને કાયદાકીય રીતે ઉઠાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમે ખેલ મંત્રાલયના સસ્પેન્શનના નિર્ણય સામે લડીશું. અમારી લીગલ ટીમ આના પર કામ કરી રહી છે. ખેલ મત્રાલયના એક્શન બાદ સંજય સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. સંજય સિંહે કહ્યું કે તેઓએ હજુ આખો ઓર્ડર વાંચ્યો નથી, તે પહેલા વાંચશે અને પછી કંઈક કહેશે. સંજય સિંહે કહ્યું, 'મને હજુ સુધી પત્ર મળ્યો નથી, હું ફ્લાઇટમાં હતો અને હમણાં જ સાંભળ્યું છે કે મારી એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે તે જોઈશું, અત્યારે નો કોમેન્ટ.'

એડહોક કમિટીના રક્ષણ હેઠળ સંઘ કરશે કામ

WFIના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ આ દરમિયાન ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડાને મળવા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે.પી નડ્ડા સાથે મુલાકાત પછી તે કોઈ નિર્ણય લેશે. આ દરમિયાન રેસલિંગ ફેડરેશનને ચલાવવા માટે જે એડહોક કમિટીની રચના કરવામાં આવી હતી તે પોતાનું કામ ચાલુ રાખશે. સંજય સિંહે ચુંટણી જીત્યા બાદ તરત જ આ કમિટીને સસ્પેન્ડ કરી હતી, પરંતુ હવે ખેલ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ કમિટીના રક્ષણ હેઠળ તે કામ કરશે.

WFIના સસ્પેન્શન પર સંજય સિંહની પહેલી પ્રતિક્રિયા આવી સામે, કહ્યું- 'હું ફ્લાઇટમાં હતો અને ખબર પડી કે...' 2 - image


Google NewsGoogle News