વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે દોડશે આ સ્પેશિયલ ટ્રેનો, સરળતાથી ક્રિકેટ પ્રેમીઓ પહોંચી શકશે અમદાવાદ

વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે

ટ્રેનનું ટાઈમ ટેબલ એવું છે કે ચાહકો મેચના થોડા કલાક પહેલા જ મેદાન પર પહોંચી શકે છે

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે દોડશે આ સ્પેશિયલ ટ્રેનો, સરળતાથી ક્રિકેટ પ્રેમીઓ પહોંચી શકશે અમદાવાદ 1 - image


Special Train For World Cup Final: ક્રિકેટનો મહાકુંભ કહેવતા વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં રેલ્વેએ પણ ક્રિકેટ પ્રેમીઓમાં એક વિશેષ ટ્રેન ચલાવીને ખુશ ખબર આપી છે. વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેનનું ટાઈમ ટેબલ એવું છે કે ચાહકો મેચના થોડા કલાક પહેલા જ મેદાન પર પહોંચી શકે છે.

A) 01153 CSMT (Chhatrapati Shivaji Maharaj Terminus)- અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ

18/11/23 - CSMT પ્રસ્થાન- 22.30 કલાક

19/11/23 - અમદાવાદ- સાંજે 06.40,

B) 01154 અમદાવાદ - CSMT સ્પેશિયલ એક્સપ્રેસ

20/11/23 - અમદાવાદ પ્રસ્થાન- 01.45 કલાક 

20/11/23 - CSMT આગમન- 10.35 કલાક 

હોલ્ટ- CSMT, દાદર, થાણે, વસઈ, સુરત, વડોદરા, અમદાવાદ

કોચ- 17 LHB કોચ

11 3A, 3 2A, 1 1A, 2 SLR પાવરકાર



Google NewsGoogle News