VIDEO: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેચ વિનિંગ કેચ ઝડપવા બદલ સૂર્યકુમાર યાદવને મળ્યો ખાસ મેડલ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
Suryakumar Yadav got  Special medal for Winning Catch

Suryakumar Yadav Get Medal For Winning Catch: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું છે. આ સાથે ભારતે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતી લીધી છે. આ જીતમાં જ્યાં વિરાટની ઇનિંગ અને બુમરાહની બોલિંગનો ખાસ ફાળો રહ્યો હતો. તો બીજી તરફ સૂર્યકુમાર યાદવે પણ પોતાની ફિલ્ડિંગથી બધાના દિલ જીતી લીધા હતા. સૂર્યાએ મેચના નિર્ણાયક ક્ષણે શાનદાર કેચ કર્યો હતો. જેના માટે તેને વ્યક્તિગત રીતે બીસીસીઆઈના ચીફ સેક્રેટરી જય શાહ દ્વારા ભેટમાં એક મેડલ આપવામાં આવ્યો હતો.

જય શાહે સૂર્યકુમાર યાદવને મેડલ આપ્યો

અગાઉના વર્લ્ડકપ અનુસાર આ વખતે પણ ભારતીય ટીમમાં કોઈ એકને શ્રેષ્ઠ ફિલ્ડરનો મેડલ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી સચિન તેંડુલકર, વિવિયન રિચર્ડ્સ સહિતના દિગ્ગજ લોકો તેને આપવા આવ્યા છે. ફાઇનલમાં જીત બાદ આ જવાબદારી બીસીસીઆઈના ચીફ સેક્રેટરી જય શાહને આપવામાં આવી હતી. જય શાહે સૂર્યકુમાર યાદવને અંતિમ ઓવરમાં તેના 'વર્લ્ડ કપ વિનિંગ' કેચ બદલ વિશેષ મેડલ આપ્યો હતો.

આ પણ વાંચો: T20 વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય ટીમ પર નાણાંનો વરસાદ, 125 કરોડ રૂપિયા આપવાની BCCIની જાહેરાત

સૂર્યાએ પકડ્યો હતો શાનદાર કેચ

T20 વર્લ્ડકપનીફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને તેનો પહેલો વર્લ્ડકપ જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. ડેવિડ મિલર ક્રિઝ પર હતો અને તેને પહેલો બોલ લોંગ-ઓફ તરફ રમ્યો હતો. બોલ હવામાં જતાની સાથે જ પ્રેક્ષકોના હૃદયના ધબકારા વધી ગયા હતા, પરંતુ શાંત અને એકાગ્રતા સાથે સૂર્યકુમારે લોંગ-ઓફ બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો. સૂર્યકુમારના આ કેચની સરખામણી 1983ના વર્લ્ડ કપમાં કપિલ દેવના કેચ સાથે કરવામાં આવી હતી. 


Google NewsGoogle News