Get The App

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માટે સ્પેને ભારતના પહેલવાનોને વિઝા ના આપ્યા

Updated: Oct 18th, 2022


Google NewsGoogle News
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માટે સ્પેને ભારતના પહેલવાનોને વિઝા ના આપ્યા 1 - image

નવી દિલ્હી,તા.18.ઓક્ટોબર 2022,મંગળવાર

સ્પેનમાં 17 થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાનારી અન્ડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયન શિપ માટે ભારતના પહેલવાનોને સ્પેને વિઝા આપ્યા નથી.

સ્પેનિશ એમ્બેસીના એક અધિકારીએ સાવ પાયા વગરનુ કારણ આપતા કહ્યુ હતુ કે, ખેલાડીઓના સ્પેન પ્રવાસના ઈરાદાને લઈને અમને શંકા છે.

વિઝા નહીં મળવાથી 6 વર્ષમાં પહેલી વખત એવુ થયુ છે કે, ભારતીય ટીમ આ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઈ શકે. ગયા વર્ષે જ્યારે સર્બિયામાં ચેમ્પિયનશિપ યોજાઈ ત્યારે ભારતના ફાળે પાંચ મેડલ આવ્યા હતા.

આ વખતે ભારતના 30 મહિલા અને 15 પુરુષ પહેલવાનો ભાગ લેવાના હતા.ભારતીય રેસલિંગ ફેડેરેશન તમામ માટે ટિકિટો પણ બૂક કરાવી દીધી હતી.જોકે હવે સ્પેન દ્વારા વિઝા એપ્લિકેશનો નામંજૂર કરવામાં આવી છે અને કારમ આપવામાં આવ્યુ છે કે, આ પહેલવાનો વિઝાના સમય કરતા વધારે દિવસો માટે સ્પેનમાં રોકાય તેવી શંકા છે.

ભારતીય રેસલિંગ ફેડરેશનના આસિ.સેક્રેટરી વિનોત તોમરનુ કહેવુ છે કે, સ્પેનની એમ્બેસી ઈચ્છતી હતી કે, પ્રિમિયમ લોન્જ સર્વિસ થકી વિઝા એપ્લાય કરવામાં આવે પણ અમે જો એવુ કરતા તો ટ્રિપનો ખર્ચ વધી જાત. હવે અમે ક્યારેય રેસલિંગ ટીમને સ્પેન નહીં મોકલીએ તેમજ વર્લ્ડ રેસલિંગ ફેડરેશનમાં પણ અમે રજૂઆત કરીશું કે સ્પેનને ભવિષ્યમાં ક્યારે પણ કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની યજમાની આપવામાં ના આવે.

તેમનુ કહેવુ હતુ કે, અમારા 9 જ પહેલવાનો સ્પેન પહોંચ્યા છે અને તેમની સાથે કોઈ કોચ કે સપોર્ટ સ્ટાફ પણ નથી.


Google NewsGoogle News