Get The App

VIDEO : આ વિદેશી ક્રિકેટરે પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભેચ્છા પાઠવી, વીડિયો બનાવી ખુશી વ્યક્ત કરી

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે ભારતના ઘણાં ક્રિકેટરોને આમંત્રણ મળ્યું

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
VIDEO : આ વિદેશી ક્રિકેટરે પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભેચ્છા પાઠવી, વીડિયો બનાવી ખુશી વ્યક્ત કરી 1 - image
image:File Photo

Keshav Maharaj On Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન સાઉથ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેશવ મહારાજ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શુભકામનાઓ આપી રહ્યો છે.

કેશવ મહારાજે ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો વીડિયો

કેશવ મહારાજે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસર પર સાઉથ આફ્રિકામાં હાજર ભારતીય સમુદાયને શુભેચ્છા પાઠવી છે. તેણે કહ્યું, “આપ સૌને નમસ્કાર... સાઉથ આફ્રિકામાં રહેતા ભારતીય સમુદાય વતી, અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આપ સૌને શુભકામનાઓ. આ પ્રસંગે હું પ્રાર્થના કરું છું કે સર્વત્ર શાંતિ, સદ્ભાવના અને આધ્યાત્મિક જાગૃતિ પ્રવર્તે. જય શ્રી રામ”

ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ પણ થશે સામેલ

સમગ્ર ભારતમાં હાલ રામ મંદિરની ધૂમ છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના ઘણાં ક્રિકેટરોને આમંત્રણ મળ્યું છે જેમાં વિરાટ કોહલી, હરભજન સિંહ, સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત ઘણાં બોલીવૂડ સેલેબ્સને પણ આ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થાવનું આમંત્રણ મળ્યું છે.

VIDEO : આ વિદેશી ક્રિકેટરે પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભેચ્છા પાઠવી, વીડિયો બનાવી ખુશી વ્યક્ત કરી 2 - image


Google NewsGoogle News