World Cup 2023 : SA vs SL - દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સતત ચોથી જીત, એડન માર્કરમે ફાસ્ટેસ્ટ સદી ફટકારી

મેચમાં કુલ રેકોર્ડ બ્રેક 754 રન બન્યા તેમજ સૌથી વધુ બાઉન્ડ્રી પણ ફટકારી

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : SA vs SL - દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સતત ચોથી જીત, એડન માર્કરમે ફાસ્ટેસ્ટ સદી ફટકારી 1 - image


South Africa vs Sri Lanka World Cup 2023 :  વર્લ્ડ કપ 2023ની ચોથી મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ(Arun Jaitley Stadium)માં રમાઈ હતી જેમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા (South Africa has defeated Sri Lanka)ને 102 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 428 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ત્રણ બેટ્સમેનો (Three hundred from South Africa team)એ સદી ફટકારી હતી. શ્રીલંકાની ટીમ 44.5 ઓવરમાં 326 રનમાં સમેટાઈ ગઈ હતી અને વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે સતત ચોથીવાર હારી ગઈ હતી.

વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે દક્ષિણ આફ્રિકાની સતત ચોથી જીત

વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે દક્ષિણ આફ્રિકાની આ સતત ચોથી (South Africa's fourth consecutive win over Sri Lanka in the World Cup) જીત પણ છે. વર્લ્ડ કપમાં બંને ટીમો કુલ સાત વખત સામ-સામે રમી ચુકી છે જેમાંથી દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચ અને શ્રીલંકાએ એક મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી. વર્લ્ડ કપમાં શ્રીલંકાની એકમાત્ર જીત 1992ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે હતી. આ પછી દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં તમામ મેચ જીતી લીધી છે. મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી જેમા ક્વિન્ટન ડી કોકે 100 રન, રાસી વાન ડેર ડ્યુસેને 108 રન અને એડન માર્કરમે 106 રન બનાવ્યા હતા. આ સાથે એટન માર્કરમ વર્લ્ડ કપ ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર બેટર બન્યો હતો. શ્રીલંકાની ટીમ તરફથી કુસલ મેન્ડિસે 76, ચરિથ અસલંકાએ 79 અને કેપ્ટન દાસુન શનાકાએ 68 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ ત્રણ વિકેટ ઝડપી હતી.

મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 428 અને શ્રીલંકાએ 326 રન બનાવ્યા હતા. આ મેચમાં કુલ 754 રન બન્યા હતા, આ વિશ્વ કપની કોઈપણ મેચમાં સૌથી વધુ રન છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ 2019 વર્લ્ડ કપ મેચનો હતો. નોટિંગહામમાં રમાયેલી મેચમાં કુલ 714 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા મેચમાં કુલ 105 બાઉન્ડ્રી ફટકારવામાં (total of 105 boundaries were hit) આવી હતી, જે વિશ્વ કપની કોઈપણ મેચમાં સૌથી વધુ છે. દક્ષિણ આફ્રિકાએ 45 અને 14 છગ્ગા સહિત 59 બાઉન્ડ્રી ફટકારી હતી, જ્યારે શ્રીલંકાએ 29 ચોગ્ગા અને 17 છગ્ગા સહિત 46 બાઉન્ડ્રી ફટકારી હતી. અગાઉ આ રેકોર્ડ 93 બાઉન્ડ્રીનો હતો, જે 2015માં વેલિંગ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં થયો હતો.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

World Cup 2023 : SA vs SL - દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સતત ચોથી જીત, એડન માર્કરમે ફાસ્ટેસ્ટ સદી ફટકારી 2 - image

World Cup 2023 : SA vs SL - દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સતત ચોથી જીત, એડન માર્કરમે ફાસ્ટેસ્ટ સદી ફટકારી 3 - image


Google NewsGoogle News