World Cup 2023 : આજે ચોથી મેચમાં શ્રીલંકાની આફ્રિકા સામે થશે ટક્કર, જાણો કોનું પલડું ભારે

દક્ષિણ આફ્રિકા તેના સ્ટાર ફાસ્ટ બોલર એનરિક નોર્કિયા અને સિસાંદા મગાલા વગર મેદાન પર ઉતાશે

શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગા પણ ઈજાગ્રસ્ત હોવાથી આજની મેચમાં રમી શકશે નહીં

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે ચોથી મેચમાં શ્રીલંકાની આફ્રિકા સામે થશે ટક્કર, જાણો કોનું પલડું ભારે 1 - image
Image: File Photo

World Cup Record SA vs SL : ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપ 2023માં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચોથી મેચ રમાશે. આ મેચ બપોરે 2:00 વાગ્યે શરુ થશે. જો કે બંને ટીમોના ઘણાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા નથી. દક્ષિણ આફ્રિકા તેના સ્ટાર ફાસ્ટ બોલર એનરિક નોર્કિયા અને સિસાંદા મગાલા વગર મેદાન પર ઉતાશે. જયારે બીજી તરફ શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગા પણ ઈજાગ્રસ્ત હોવાથી આજની મેચમાં રમી શકશે નહીં.

વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાનું પલડું ભારે 

શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 80 વનડે મેચ રમાઈ છે, જેમાં શ્રીલંકાની ટીમે 33 અને દક્ષિણ આફ્રિકાની ટીમે 45 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી અને એક મેચનું પરિણામ આવી શક્યું ન હતું. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે કુલ 6 વખત ટક્કર થઇ છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 5 અને શ્રીલંકાએ માત્ર 1 મેચ જીતી છે. જો કે આમાંથી એક પણ મેચ એશિયામાં રમાઈ ન હતી.

દિલ્હીમાં કેવો છે બંને ટીમનો રેકોર્ડ 

વર્લ્ડ કપ 2023ની ચોથી મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનાર છે. આ સ્ટેડિયમમાં શ્રીલંકાએ અત્યાર સુધી 5 મેચો રમી છે. જેમાંથી ત્રણ મેચોમાં શ્રીલંકાને હારનો સામનો કરવો પડ્યો છે, જયારે એકમાં જીત મળી છે અને એક મેચ રદ્દ થઇ હતી. દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ આ મેદાન પર બરાબરીનો રહ્યો છે. દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર બે મેચ રમી છે, જેમાંથી એક મેચમાં જીત તો બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.  

World Cup 2023 : આજે ચોથી મેચમાં શ્રીલંકાની આફ્રિકા સામે થશે ટક્કર, જાણો કોનું પલડું ભારે 2 - image


Google NewsGoogle News