World Cup 2023 : SA vs NED - વર્લ્ડકપમાં બીજો મોટો અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને પછાડ્યું

નેધરલેન્ડ્સનો સ્કોર : 43 ઓવરમાં 245/8, સ્કોટ એડવર્ડ્સના 78 રન, લોગાનની 3 વિકેટ

સાઉથ આફ્રિકાનો સ્કોર : 42.5 ઓવરમાં 207/10, મિલરના સૌથી વધુ 43 રન, ટીમના 3 બોલરોની 2-2 વિકેટ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : SA vs NED - વર્લ્ડકપમાં બીજો મોટો અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને પછાડ્યું 1 - image


ધર્મશાળા, તા.17 ઓક્ટોબર-2023, મંગળવાર

South Africa vs Netherlands World Cup 2023 : South Africa vs Netherlands World Cup 2023 : વર્લ્ડકપમાં આજે બીજો મોટો અપસેટ સર્જાયો છે. નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને 38 રને હરાવ્યું છે. અગાઉ અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને શરમજનક પરાજય આપ્યો હતો. આજે વર્લ્ડકપની 15મી મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું, જેના કારણે ઓવરોમાં ઘટાડો કરાયો હતો, ત્યારે આજની મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટીંગ લેવાનો નિર્ણય ભારે પડ્યો છે. નેધરલેન્ડ્સે 43 ઓવરમાં 8 વિકેટે 245 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 42.5 ઓવરમાં 207 રન બનાવી ઓલઆઉટ થઈ જતા હાર થઈ છે. નેધરલેન્ડ્સના બેટ્સમેનોના દમદાર પ્રદર્શન બાદ બોલરો પણ સાઉથ આફ્રિકા પર હાવી થયા હોય તેવું જોવા મળ્યું હતું. નેધરલેન્ડ્સ તરફથી સ્કોટ એડવર્ડ્સે ધમાકેદાર બેટીંગ કરી ફિફ્ટી ફટકારી હતી, તો નેધરલેન્ડ્સને મોટો સ્કોર બનાવવામાં પૂંછળીયા ખેલાડીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

નેધરલેન્ડ્સના એડવર્ડ્સની ફિફ્ટી

નેધરલેન્ડ્સ તરફથી સૌથી વધુ સ્કોટ એડવર્ડ્સે 69 બોલમાં 10 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 78 રન ફટકાર્યા હતા, જ્યારે આર્યન દત્ત 10માં ક્રમાંકે આવી માત્ર 9 બોલમાં 3 સિક્સ સાથે 23 રન ફટકાર્યા હતા. તો રોએલ્ફ વાન ડેર મર્વ 19 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 29 રન, તેજા નિદામાનુરુએ 25 બોલમાં 3 ફોર સાથે 20 રન ફટકાર્યા હતા.

સાઉથ આફ્રિકાના 3 ખેલાડીની 2-2 વિકેટ

સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગીડી, માર્કો યાન્સિન, કગીસો રબાડાએ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે ગેરાલ્ડ કોએત્ઝી અને કેશવ મહારાજ 1-1 વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકાનો સ્કોર

સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન ડેવિડ મિલરે 52 બોલમાં 42 રન ફટકાર્યા હતા, જ્યારે હેનરિક ક્લાસેને 28 રન, ગેરાલ્ડ કોએત્ઝીએ 22 રન, કેશવ મહારાજે 22 રન, ક્વિન્ટન ડી કોકે 20 રન ફટકાર્યા હતા.

નેધરલેન્ડ્સના લોગાનનો બોલિંગમાં તરખાટ

નેધરલેન્ડ્સ તરફથી લોગાન વેન બીકે 3 વિકેટ, જ્યારે પોલ વાન મીકરન, રોએલ્ફ વાન ડેર મર્વ અને બાસ ડી લીડે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે કોલિન એકરમેને 1-1 વિકેટ ઝડપી હતી.

અગાઉ અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી અપસેટ સર્જ્યો હતો 

આ અગાઉ 15મી ઓક્ટોબરે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રને પરાજય આપી મોટો અપસેટ સર્જ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને 49.5 ઓવરમાં 284 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં 215 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝે 80 રન જ્યારે ઈકરામ અલીખિલએ 58 રન કર્યા હતા.

નેધરલેન્ડે અગાઉ પણ સા.આફ્રિકાને હરાવીને અપસેટ સર્જ્યો હતો

નેધરલેન્ડે 2022ના T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધી હતી.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ લેવી ભારે પડી

સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય બારે પડ્યો છે. જોકે સાઉથ આફ્રિકાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો હતો. ચાઈનામેન સ્પિનર શમ્સીના સ્થાને ફાસ્ટ બોલર ગેરાલ્ડને સામેલ કરાયો હતો. ઉપરાંત નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સમાં પણ એક ફેરફાર કરી ઓલરાઉન્ડર લોગાન વેનેને ટીમમાં પરી લીધો હતો.

World Cup 2023 : SA vs NED - વર્લ્ડકપમાં બીજો મોટો અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને પછાડ્યું 2 - image


Google NewsGoogle News