Get The App

દક્ષિણ આફ્રિકાના તોફાની બેટ્સમેને કર્યું સંન્યાસનું એલાન, તાત્કાલિક અસરથી છોડી રેડ બોલ ક્રિકેટ

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
દક્ષિણ આફ્રિકાના તોફાની બેટ્સમેને કર્યું સંન્યાસનું એલાન, તાત્કાલિક અસરથી છોડી રેડ બોલ ક્રિકેટ 1 - image


Image Source: Twitter

- આ એક શાનદાર સફર રહ્યો છે અને મને ખુશી છે કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો: હેનરિક ક્લાસેન

નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી 2024, સોમવાર

Heinrich Klaasen Retirement: દક્ષિણ આફ્રિકાના તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસેને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેમણે આજે તાત્કાલિક અસરથી રેડ બોલ ક્રિકેટ છોડી દીધી છે એટલે કે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી છે.

32 વર્ષીય હેનરિક ક્લાસેને દક્ષિણ આફ્રિકા માટે ચાર ટેસ્ટ મેચ રમી છે. તાજેતરમાં ભારત સામે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં તેને ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો. જોકે, તે ODI અને T20 સિરીઝ રમ્યો હતો.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ ધરાવતા ક્લાસેનને 2019માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. જોકે, ક્લાસેનને વ્હાઈટ બોલ ક્રિકેટનો સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. 2023માં વન ડે માં ક્લાસેને 172ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

ક્રિકેટ સાઉથ આફ્રિકાની એક પ્રેસ રિલીઝમાં હેનરિક ક્લાસને કહ્યું કે, લાંબા સમય સુધી વિચાર્યા બાદ હું આ નિર્ણય લઈ રહ્યો છું. મેં રેડ બોલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. આ એક મુશ્કેલ નિર્ણય છે જે મેં લીધો છે, કારણ કે આ આ રમતનું મારું અત્યાર સુધીનું મનપસંદ ફોર્મેટ છે. મેં મેદાન પર અને મેદાનની બહાર જે બેટલ્સનો સામનો કર્યો તેમણે જ મને આજે ક્રિકેટર બનાવ્યો છે. આ એક શાનદાર સફર રહ્યો છે અને મને ખુશી છે કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો છું.

સાઉથ આફ્રિકન વિકેટકીપર બેટ્સમેને વધુમાં કહ્યું કે, મારી બેગી ટેસ્ટ કેપ મને અત્યાર સુધી આપવામાં આવેલી સૌથી કિંમતી કેપ છે. તેમણે કહ્યું કે, મારા રેડ-બોલ કરિયરમાં ભૂમિકા ભજવનાર અને આજે હું જે ક્રિકેટર છું તેમાં મને આકાર આપનાર દરેકનો આભાર. પરંતુ હજું એક નવો પડકાર રાહ જોઈ રહ્યો છે.


Google NewsGoogle News