Get The App

સાઉથ આફ્રિકાની WTC ફાઇનલમાં એન્ટ્રી, હવે ભારત-ઑસ્ટ્રેલિયા સહિત ત્રણ ટીમો રેસમાં

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
સાઉથ આફ્રિકાની WTC ફાઇનલમાં એન્ટ્રી, હવે ભારત-ઑસ્ટ્રેલિયા સહિત ત્રણ ટીમો રેસમાં 1 - image

South Africa reaches final of WTC 2025 : આગામી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) 2025 માટેનો પહેલો ફાઇનલિસ્ટ હવે મળી ગયો છે. દક્ષિણ આફ્રિકાએ રવિવારે પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને WTC ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. દક્ષિણ આફ્રિકા પહેલી વખત WTC ફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી છે. વર્તમાન ચક્રમાં દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં 11 ટેસ્ટ મેચમાંથી સાતમાં જીત મેળવી છે અને ત્રણમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જયારે એક મેચ ડ્રો રહી હતી. દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારી વધીને 66.67 થઈ ગઈ છે. ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની ટીમ હાલ WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ કોણ હશે? 

અહીં હવે સવાલ એ છે કે WTC ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ કોણ હશે? બીજા સ્થાન માટેની લડાઈ હવે રોમાંચક બની ગઈ છે. ભારતની વર્તમાન જીતની ટકાવારી 55.88 છે જ્યારે ઓસ્ટ્રેલિયાની 58.89 છે. ટેબલમાં ભારત ત્રીજા સ્થાને તો ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. WTC ફાઇનલમાં પહોંચવા માટે આ બંને ટીમો વચ્ચે રેસ થશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3-1થી જીત મેળવે તો ભારતને ફાઇનલમાં સીધી એન્ટ્રી મળી જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1થી બરાબર છે. ચોથી મેચનું પરિણામ સોમવારે આવશે ત્યારબાદ તમામની નજર ફાઈનલના સમીકરણ પર રહેશે.

ભારત માટે આ છેલ્લી તક

ભારતીય ટીમ માટે પોતાના દમ પર ફાઈનલમાં પહોંચવાની એકમાત્ર તક હાલની ઓસ્ટ્રેલિયન સીરિઝ છે. વર્તમાન ચક્રમાં ભારતે ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કોઈની સામે ટેસ્ટ સીરિઝ રમવાની નથી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને આવતા મહિને શ્રીલંકા પ્રવાસ પર બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. WTCના ત્રીજા ચક્રની ફાઇનલ મેચ લંડનમાં 11 થી 15 જૂન 2025 દરમિયાન રમાશે. અગાઉ ઈંગ્લેન્ડમાં પણ બે ફાઈનલ યોજાઈ હતી. ભારતને બંને વખત ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ અને વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગયું હતું.

WTC પોઈન્ટ ટેબલમાં કોણ ક્યાં સ્થાન પર?

હાલના WTC પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ 48.21 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. શ્રીલંકા 45.45 પોઈન્ટ સાથે પાંચમા અને ઈંગ્લેન્ડ 43.18 પોઈન્ટ છઠ્ઠા સ્થાને રહેશે. ઈંગ્લેન્ડે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી હતી. બાંગ્લાદેશ 31.25 પોઈન્ટ સાથે સાતમા સ્થાને અને પાકિસ્તાન 30.30 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. પાકિસ્તાને 3 જાન્યુઆરી, 2025થી દક્ષિણ પ્રવાસ પર બે ટેસ્ટ મેચોની સીરિઝની છેલ્લી મેચ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ ટેબલમાં સૌથી ખરાબ એટલે કે નવમા સ્થાને છે. તેની જીતની ટકાવારી 24.24 છે.સાઉથ આફ્રિકાની WTC ફાઇનલમાં એન્ટ્રી, હવે ભારત-ઑસ્ટ્રેલિયા સહિત ત્રણ ટીમો રેસમાં 2 - image



Google NewsGoogle News