World Cup 2023 : ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાના ટોપ ઓર્ડરનો ધબડકો, પાવરપ્લેમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
Image:IANS |
World Cup 2023 SA vs AUS Semi Final : સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ODI World Cup 2023ની બીજી સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને સાઉથ આફ્રિકાએ 15 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્ક અને જોશ હેજલવુડે 2-2 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમ ODI World Cup 2023માં પાવરપ્લે દરમિયાન જબરદસ્ત શરૂઆત માટે પ્રખ્યાત છે પરંતુ સેમીફાઈનલમાં તેનું ટોપ ઓર્ડર ધ્વસ્ત થઇ ગયું હતું. આ સાથે જ સાઉથ આફ્રિકાએ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધી છે.
પાવરપ્લેમાં બનાવ્યા માત્ર 18 રન
સાઉથ આફ્રિકાની ટીમ પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને માત્ર 18 રન જ બનાવી શકી હતી. જે સાઉથ આફ્રિકાનું લોએસ્ટ અને ODI World Cup 2023(Second Lowest Score In First 10Over)નું બીજું લોએસ્ટ ટોટલ છે. ODI World Cup 2023માં એક ઇનિંગમાં પાવરપ્લે દરમિયાન લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. શ્રીલંકાએ 10 ઓવરમાં 14 રન બનાવીને 6 વિકેટ ગુમાવી હતી. સાઉથ આફ્રિકાએ તેના ODI World Cupના ઈતિહાસમાં બીજી વખત લોએસ્ટ સ્કોર બનાવ્યો છે.
ODI World Cup 2023માં પાવરપ્લેમાં લોએસ્ટ સ્કોર
14/6 - શ્રીલંકા vs ભારત
18/2 - સાઉથ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા
27/3 - ભારત vs ઓસ્ટ્રેલિયા
23/2 - નેધરલેન્ડ્સ vs ઇંગ્લેન્ડ
ODI World Cupમાં સાઉથ આફ્રિકા માટે પ્રથમ 10 ઓવરમાં સૌથી ઓછો સ્કોર
12/2 vs ન્યુઝીલેન્ડ, સેન્ટ જ્યોર્જ, 2007
18/2 vs ઓસ્ટ્રેલિયા, ઈડન ગાર્ડન, 2023 સેમીફાઈનલ
27/5 vs ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઇલેટ, 2007 સેમીફાઈનલ
28/2 vs ઝિમ્બાબ્વે, હેમિલ્ટન, 2015