સાઉથ આફ્રિકામાં ઉથલપાથલ, એકપણ મેચ રમ્યા વિના આ ખેલાડી બન્યો ટેસ્ટ કેપ્ટન

સાઉથ આફ્રિકાની ટીમ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ન્યુઝીલેન્ડના પ્રવાસે જવાની છે

ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકા ન્યુઝીલેન્ડ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
સાઉથ આફ્રિકામાં ઉથલપાથલ, એકપણ મેચ રમ્યા વિના આ ખેલાડી બન્યો ટેસ્ટ કેપ્ટન 1 - image
Image:File Photo

SA vs NZ Test Series Captain : સાઉથ આફ્રિકાની ટીમ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ન્યુઝીલેન્ડના પ્રવાસે જવાની છે. જ્યાં તે ન્યુઝીલેન્ડ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. જેના માટે ગઈકાલે સાઉથ આફ્રિકા ટીમનું એલાન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ સિરીઝ માટે પસંદગીકારોએ જે ટીમ પસંદ કરી છે તે ખુબ ચોંકાવનારી છે. સૌથી આશ્ચર્યચકિત કરનાર વાત એ છે કે જે ખેલાડીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે તે આ ટેસ્ટ સિરીઝમાં પોતાનો ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

ટેસ્ટમાં ડેબ્યુ કરનાર ખેલાડીને બનાવ્યો કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમ સામે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ સાઉથ આફ્રિકાની ટીમ ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ સિરીઝ માટે પસંદગીકારોએ જે ટીમ પસંદ કરી છે તેમાં 7 નવા ચહેરા છે. સાઉથ આફ્રિકાએ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રમાનારી ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે નીલ બ્રાન્ડને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. નીલ બ્રાન્ડે તેની ટીમ માટે અત્યાર સુધી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ડેબ્યૂ મેચમાં સાઉથ આફ્રિકા ટીમની કેપ્ટનશીપ કરશે. ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ 4 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે જ્યારે બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.

આ સાત નવા ખેલાડીઓ થયા ટીમમાં સામેલ

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમમાં સામેલ સાત નવા ખેલાડીઓમાં રેનાર્ડ વાન ટોંડર, રુઆન ડી સ્વાર્ટ, શેપો મોરેકી, શુઆન વોન બર્ગ, મિહલાલી મપોંગવાના અને વિકેટકીપર ક્લાઈડ ફોર્ટુઈન અને કેપ્ટન નીલ બ્રાંડ છે.

સાઉથ આફ્રિકાની ટીમ

નીલ બ્રાન્ડ (C), ડેવિડ બેડિંગહામ, ક્લાઈડ ફોર્ટુઈન (wkt), ઝુબેર હમઝા, રુઆન ડી સ્વાર્ટ, શેપો મોરેકી, મિહલાલી મપોંગવાના, ડુઆન ઓલિવર, ડેન પેટરસન, કીગન પીટરસન, ડેન પીટ, રેનાર્ડ વાન ટોંડર, શોન વોન બર્ગ, ખાયા ઝોન્ડો

સાઉથ આફ્રિકામાં ઉથલપાથલ, એકપણ મેચ રમ્યા વિના આ ખેલાડી બન્યો ટેસ્ટ કેપ્ટન 2 - image


Google NewsGoogle News