Get The App

ભારત-ઓસ્ટ્રેલિયા બાદ ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત

Updated: May 1st, 2024


Google NewsGoogle News
ભારત-ઓસ્ટ્રેલિયા બાદ ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત 1 - image


T20 World Cup 2024: આઈસીસી મેન્સ T20 માટે મંગળવારે સાંજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. હવે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડે પણ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ટીમની જાહેરાત કરી છે, જેમાં સાઉથ આફ્રિકા માટે એડન માર્કરામ આગામી T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરશે, તો ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન હશે. 

સાઉથ આફ્રિકાના આ સ્ટાર ખેલાડીઓ સામેલ 

સાઉથ આફ્રિકાની ટીમ IPLના અનેક ખેલાડીઓનો સમાવેશ કરાયેલો છે. આઈપીએલની વર્તમાન સિઝનમાં ભાગ લઈ રહેલા 10 ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. આમાં એડન માર્કરામ, હેનરિચ ક્લાસેન અને માર્કો જેન્સેન, એનરિચ નોર્સિયા અને ટ્રિસ્ટન સ્ટબ્સ, ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર, કાગિસો રબાડાનો સમાવેશ થાય છે. ગેરાલ્ડ કોએત્ઝી તેમજ કેશવ મહારાજનું પણ નામ સામેલ છે.

સાઉથ આફ્રિકાની ટીમમાં આ બોલરો પણ સામેલ

સાઉથ આફ્રિકાની ટીમમાં ફાસ્ટ બોલર ઓટનિલ બાર્ટમેન અને વિકેટકીપર-બેટર રેયાન રિકલ્ટનના નામ પણ સામેલ છે. રિકલ્ટને MI કેપટાઉન માટે SA 20ની છેલ્લી સિઝનમાં 58.88ની એવરેજ અને 173.77ની સ્ટ્રાઈક રેટથી 530 રન બનાવ્યા હતા. જ્યારે બાર્ટમેને વર્તમાન ચેમ્પિયન સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ માટે આઠ મેચમાં 18 વિકેટ ઝડપી હતી.

T20 વર્લ્ડ કપ 2024 માટે સાઉથ આફ્રિકાની ટીમ

એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર, ઓટનીએલ બાર્ટમેન, એનરિક નોર્ક્વા, કાગીસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી, બજોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, મહારાજા, આર. રિકલ્ટન, તબરેઝ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ.

ટ્રાવેલિંગ રિઝર્વ: નંદ્રે બર્જર, લુંગી એનગિડી.

ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા જૂનમાં T20 વર્લ્ડ કપ 2024 માટે  ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કેન વિલિયમસનની કપ્તાની હેઠળ તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે.

આ સ્ટાર ખેલાડીઓની બાદબાકી 

વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં ટિમ સાઉદી અને ટ્રેન્ટ બોલ્ટને પણ તક મળી છે. જેથી સાઉદી તેનો સાતમો T20 વર્લ્ડ કપ રમશે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કાયલ જેમ્સન અને ઓલરાઉન્ડર એડમ મિલ્ને ઈજાના કારણે ટીમની બહાર છે. જ્યારે વિલ ઓ, ટોમ લાથમ, ટિમ સીફર્ટ અને વિલ યંગના ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી ન હતી. ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરો પણ વાપસી કરી શક્યો ન હતો. મુનરોને બદલે રચિન રવિન્દ્રની પસંદગી કરવામાં આવી છે. તેના સિવાય ઝડપી બોલર મેટ હેનરીને પણ સામેલ કરવામાં આવ્યો છે. બેન સીયર્સ ટી20 વર્લ્ડ કપ ટીમ સાથે રિઝર્વ તરીકે રહેશે.

T20 વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી અને ટિમ સાઉથી.

ટ્રાવેલિંગ રિઝર્વ: બેન સિયર્સ.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત

ભારત-ઓસ્ટ્રેલિયા બાદ ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ ટીમની જાહેરાત 2 - image


Google NewsGoogle News