જયસ્વાલ નહીં વિરાટ કોહલી પછી આ ખેલાડી બનશે ભારતીય ક્રિકેટનો નવો કિંગ: ગાંગુલીનો દાવો
Sourav Ganguly : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક મોટી જાહેરાત કરી છે. ગાંગુલીએ એવા ભારતીય ક્રિકેટરનું નામ આપ્યું છે જે ભવિષ્યમાં વિરાટ કોહલી પછી રેડ બોલ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બેટર હશે. આ માટે ગાંગુલીએ યશસ્વી જયસ્વાલનું નામ લીધું નથી. આ સિવાય ગાંગુલીએ રિષભ પંતને ભારતીય ક્રિકેટનો આગામી 'કિંગ' ગણાવ્યો હતો. જે કોહલી પછી રેડ બોલ ક્રિકેટનો શ્રેષ્ઠ બેટર બનશે. ગાંગુલીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.
સૌરવ ગાંગુલીએ પંતને વિશે જણાવ્યું હતું કે, 'પંતને હજુ પણ સફેદ બોલની ક્રિકેટમાં પોતાને અનુકૂળ સાધવાની જરૂર હોવા છતાં તે રેડ બોલની ક્રિકેટમાં શાનદાર ખેલાડી છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકામાં જે તેણે ઈનિંગ્સ રમી હતી તે સાબિત કરે છે કે તે રેડ બોલ ક્રિકેટમાં આવનારી પેઢીની સૌથી મોટી પ્રતિભા છે. મને લાગે છે કે વિરાટ પછી પંત ભારતનો આગામી શ્રેષ્ઠ ટેસ્ટ બેટર હશે.'
અંહી તમને જણાવી દઈએ કે પંતે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં શાનદાર બેટિંગ કરી હતી. જેમાં પંતે પાંચ ટેસ્ટ મેચમાં 422 રન બનાવ્યા હતા. જવે તેણે 46.88ની સરેરાશ અને 86.47 સ્ટ્રાઈક રેટથી કર્યા હતા. ખાસ કરીને બેંગલુરુમાં ન્યૂં ટીમ સામેની પહેલી ટેસ્ટમાં પંતે એવા સમયે 99 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમને તેની પાસેથી ઘણી મુશ્કેલીઓમાં હતી.
ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં રિષભ પંતે બતાવ્યું છે કે તે ભારત માટે કેટલો મહત્ત્વનો ખેલાડી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સીરિઝ શરૂ થવાની છે. આ સીરિઝમાં પણ પંત ભારતીય ટીમ માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ પંતને સૌથી ખતરનાક બેટર માને છે.
પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો આ ટેસ્ટ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટીમ આ સીરિઝમાં પાંચ ટેસ્ટ મેચ રમશે. છેલ્લી બે સીરિઝમાં ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સીરિઝ જીતી છે. આ વખતે ભારતીય ટીમ સીરિઝ જીતીને હેટ્રિક પૂર્ણ કરવા ઈચ્છશે.