બુમરાહ નહીં પણ દિગ્ગજ ખેલાડી કાંગારૂઓ સામે ટ્રમ્પકાર્ડ સાબિત થશે, ગાંગુલીનો મોટો દાવો
Sourav Ganguly on India's trump card for IND vs AUS Test 2024: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ એવા ખેલાડીનું નામ આપ્યું છે જે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતનું ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. નવેમ્બરમાં ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી છે અને હવે ભારતીય ટીમ ત્રીજી વખત પણ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયાસ કરી રહી છે. જો ભારતીય ટીમ સફળ રહેશે તો તે એવી એકમાત્ર ટીમ બનશે જેણે ઓસ્ટ્રેલિયામાં સતત ત્રણ ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવશે.
ટીમ માટે આ સૌથી મુશ્કેલ પડકાર હશે- ગાંગુલી
આ ટેસ્ટ સિરીઝ ઘણી મહત્વની છે. તેમજ ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય કેપ્ટન ગાંગુલીએ પણ આ અંગે એક ખાસ નિવેદન આપ્યું છે. ગાંગુલીએ કહ્યું છે કે, 'બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત માટે મોટો પડકાર છે. ભારતને ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટા પડકારનો સામનો કરવો પડશે. ટીમ માટે આ સૌથી મુશ્કેલ પડકાર હશે. ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ અને પછી ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ ખરેખર એક મુશ્કેલ પડકાર છે.'
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી પહેરશે ખાખી વરદી! સંભાળ્યું DSPનું પદ, તસવીર થઈ વાઇરલ
ઋષભ પંત ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે
આ અંગે ગાંગુલીએ વધુમાં કહ્યું કે, 'ઋષભ પંત આ સિરીઝમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તે ટેસ્ટમાં એક શાનદાર ખેલાડી છે. તે આ સિરીઝમાં ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે.'
પંતે તાજેતરમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમીને ટેસ્ટમાં વાપસી કરી છે, તેમજ પંતે શાનદાર સદી ફટકારી હતી. ભારત બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી જીતવામાં સફળ રહ્યું હતું.