Get The App

સૌરવ ગાંગુલીના ઘરેથી ફોન ચોરી, પૂર્વ કેપ્ટનને મહત્વની માહિતી લીક થવાનો ડર, પોલીસે કેસ નોંધ્યો

ગાંગુલીના મોબાઈલની કિંમત 1.6 લાખ રૂપિયા છે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
સૌરવ ગાંગુલીના ઘરેથી ફોન ચોરી, પૂર્વ કેપ્ટનને મહત્વની માહિતી લીક થવાનો ડર, પોલીસે કેસ નોંધ્યો 1 - image
image:File Photo

Sourav Ganguly Mobile Stolen : પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી એક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ગાંગુલીનો મોબાઈલ ફોન તેના ઘરેથી ગુમ થઈ ગયો છે. દાદાએ મીડિયાને જણાવ્યું કે, “મારો  મોબાઈલ ફોન કોલકાતામાં મારા નિવાસસ્થાનેથી ચોરાઈ ગયો છે.” સૌરવ ગાંગુલીએ ગઈકાલે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ગાંગુલીના મોબાઈલની કિંમત 1.6 લાખ રૂપિયા છે.

ગાંગુલીએ પોલીસ અધિકારીઓને કરી વિનંતી

સૌરવ ગાંગુલીએ પોલીસ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “ફોનમાં કેટલીક અંગત માહિતી છે અને અધિકારીઓને વિનંતી કરું છું કે તેનો દુરુપયોગ ન થવો જોઈએ.” જ્યારે ચોરી થઈ ત્યારે ગાંગુલી ઘરથી દૂર હતો. તેણે ધ્યાન દોર્યું કે તેણે ગઈકાલે ફોન ઘરની ચોક્કસ જગ્યાએ છોડી દીધો હતો અને ત્યારથી તે ગાયબ હતો.

ગાંગુલીના ઘરમાં પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે

હાલમાં સૌરવ ગાંગુલીના ઘરમાં પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. પોલીસ ગાંગુલીના ઘરમાં કામ કરતા લોકોની પૂછપરછ કરે તેવી શક્યતા છે. ગઈકાલે ગાંગુલીએ ઠાકુરપુર પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જને પત્ર લખીને માહિતી આપી હતી કે તેના ઘરેથી મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે. તેણે છેલ્લે સવારે 11:30 વાગ્યાની આસપાસ તેનો ફોન ચેક કર્યો હતો. આ પછી ઘણી વખત શોધ કરવા છતાં તેનો ફોન મળ્યો ન હતો.

બેંક અકાઉન્ટ સાથે લિંક છે ફોન નંબર

ફોન ગુમ થવો એ ગાંગુલી માટે મુશ્કેલ બાબત છે કારણ કે ઘણી મહત્વપૂર્ણ માહિતી ફોનમાં છે. ગાંગુલીએ ધ્યાન દોર્યું કે તેનો ફોન નંબર તેના બેંક અકાઉન્ટ સાથે લિંક છે અને ઘણા મહત્વપૂર્ણ લોકોના નંબર તેના મોબાઈલમાં સેવ છે. ગાંગુલીએ પોલીસને ફોનને ટ્રેસ કરવા અને ફોનનો ડેટા કોઈપણ સંજોગોમાં જાહેર ન થાય તેની ખાતરી કરવા વિનંતી કરી છે.

સૌરવ ગાંગુલીના ઘરેથી ફોન ચોરી, પૂર્વ કેપ્ટનને મહત્વની માહિતી લીક થવાનો ડર, પોલીસે કેસ નોંધ્યો 2 - image


Google NewsGoogle News