હાર્દિક પંડ્યાના ટ્રોલિંગ બાદ ક્રિકેટર્સના સપોર્ટમાં ઉતર્યો સોનુ સૂદ, ટ્વિટ થયું વાયરલ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
હાર્દિક પંડ્યાના ટ્રોલિંગ બાદ ક્રિકેટર્સના સપોર્ટમાં ઉતર્યો સોનુ સૂદ, ટ્વિટ થયું વાયરલ 1 - image


Sonu Sood share a post to support Hardik Pandya: IPL 2024માં પ્રથમ બે મેચમાં હારનો સામનો કરનાર મુંબઈ ઈન્ડિયન ટીમ કરતા તેના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટ્રોલિંગનો સામનો વધુ કરવો પડ્યો છે. કારણકે હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આથી આ બંને મેચમાં તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયની ખૂબ ટીકા થઇ રહી છે. એવામાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ ટ્રોલિંગનો શિકાર બનેલા હાર્દિક પંડ્યાને સપોર્ટ કરતી એક પોસ્ટ શેર કરી છે. 

સોનુ સૂદ આવ્યો ક્રિકેટર્સના સમર્થનમાં 

એક્ટર સોનુ સૂદ તેની એક્ટિંગના કારણે જ નહી પરંતુ લોકોને મદદ કરતો હોવાથી પણ લાઈમલાઈટમાં રહે છે. આ ઉપરાંત અભિનેતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. એવામાં IPLમાં હાર્દિક પંડ્યા ટ્રોલ થતા તેને સપોર્ટ કરી એક પોસ્ટ સોનુ સૂદે કરી છે. 

સોનુ સૂદે કરી ટ્વીટ 

આ પોસ્ટમાં સોનુ સૂદે લખ્યું હતું કે, "આપણે આપણા ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ. જે ખેલાડીઓએ આપણને ગૌરવ અપાવ્યું, એવા ખેલાડીઓ જેમણે આપણા દેશને ગૌરવ અપાવ્યું. એક દિવસ તમે તેમને ખુશ કરો છો, તો બીજા દિવસે તમે તેમના વિષે ખરાબ બોલો છો. આ બાબતમાં તેઓ નહિ પણ આપણે નિષ્ફળ રહ્યા કહેવાય. મને ક્રિકેટ ગમે છે. હું દરેક ક્રિકેટરને પ્રેમ કરું છું જે મારા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તે કઈ ફ્રેન્ચાઈઝી માટે રમે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. કોઈ ફરક નથી પડતો કે તે કેપ્ટન તરીકે રમે છે કે પછી તે ટીમમાં 15મો ખેલાડી છે. તેઓ આપણા હીરો છે."

હાર્દિક પંડ્યા બન્યો ટ્રોલિંગનો શિકાર 

જો કે આ ટ્વીટમાં સોનુ સૂદે કોઈ ક્રિકેટરનું નામ નથી લખ્યું પરંતુ પોસ્ટ જોઇને એવું લાગી રહ્યું છે કે તેણે હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા માટે આવું કયું છે. જ્યારથી હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સ ટીમની કેપ્ટનસી સંભાળી છે ત્યારથી તે ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. 

હાર્દિક પંડ્યાના ટ્રોલિંગ બાદ ક્રિકેટર્સના સપોર્ટમાં ઉતર્યો સોનુ સૂદ, ટ્વિટ થયું વાયરલ 2 - image


Google NewsGoogle News