દ્રવિડ કરતાં એકદમ વિપરિત બેટિંગ સ્ટાઈલ છે દીકરાની, ધમાકેદાર છગ્ગો જોઈ કોમેન્ટેટરના હોશ ઊડ્યાં

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
દ્રવિડ કરતાં એકદમ વિપરિત બેટિંગ સ્ટાઈલ છે દીકરાની, ધમાકેદાર છગ્ગો જોઈ કોમેન્ટેટરના હોશ ઊડ્યાં 1 - image


Rahul Dravid's Son Samit Dravid Debut: ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટ્ન રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે ક્રિકેટમાં શાનદાર ડેબ્યુ કર્યું છે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા આયોજિત મહારાજા ટ્રોફીની T20 ક્રિકેટ મેચમાં છગ્ગો ફટકારીને તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. સમિતની વિસ્ફોટક બેટિંગથી કમેન્ટેટર પણ ખુશીથી જુમી ઉઠ્યા હતા.

બેંગલુરુ બ્લાસ્ટર્સ સામેની મેચમાં સમિત દ્રવિડ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રખાઈ રહી હતી. જો કે તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તેને જે રીતે મેદાનમાં એક દમદાર છગ્ગો ફટકાર્યો તેને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેણે ઝડપી બોલર સામે તેના પાછળના પગને થોડો ખસેડીને લેગ સાઇડ પર એક શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. સમિતનો આ સુંદર શોટ જોઈને તેના સાથી ખેલાડીઓ પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યો હતો. જો કે સમિતે આ મેચમાં કોઈ ખાસ દેખાવ કર્યો ન હતો. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા સમિતે 7 બોલમાં 100ની સ્ટ્રાઇક રેટથી 7 રન કાર્ય હતા. છગ્ગો માર્યા પછીના જ બોલ પર તે કેચ આઉટ થઇ ગયો હતો.

આ પણ વાંચો: ધોની માટે ફરી IPLમાં લવાશે આ નિયમ, BCCI પણ તૈયાર! માહીએ આપ્યું હતું આવું રિએક્શન!

મેચમાં બેંગલુરુ બ્લાસ્ટર્સ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું  પહેલા બેટિંગ કરવા ઉતરેલી મૈસૂર વોરિયર્સની ટીમે 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. ટીમ વતી મનોજ ભંડાગેએ 175.75ના સ્ટ્રાઈક રેટ સાથે સૌથી વધુ 58 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય પાંચમાં ક્રમે બેટિંગ કરી રહેલા હર્ષિલ ધર્માણીએ અડધી સદી ફટકારી હતી. વિપક્ષી ટીમ તરફથી જ્ઞાનેશ્વર નવીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. 183 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુ બ્લાસ્ટર્સ ટીમે 17.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આસાનીથી મેચ જીતી લીધી હતી. ટીમ માટે ત્રીજા સ્થાને બેટિંગ કરતા ભુવન રાજુએ 24 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


Google NewsGoogle News