Get The App

કરોડો રુપિયામાં વેચાયા પણ પરફોર્મન્સ ઝીરો, 5 ભારતીય દિગ્ગજ IPL-2025માં 'ફ્લોપ'

Updated: Apr 2nd, 2025


Google News
Google News
કરોડો રુપિયામાં વેચાયા પણ પરફોર્મન્સ ઝીરો, 5 ભારતીય દિગ્ગજ IPL-2025માં 'ફ્લોપ' 1 - image


Image: Facebook

Indian Players Performance: IPL 2025માં ઘણા ભારતીય ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા પરંતુ તેમનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ નબળુ રહ્યું છે. એક રીતે કહી શકાય કે ખાતામાં કરોડો રૂપિયા છે પરંતુ પ્રદર્શન શૂન્ય છે. તેમાં રોહિત શર્મા અને ઋષભ પંતનું નામ પણ સામેલ છે.

કરોડોના ખેલાડી પરંતુ રિટર્ન ઝીરો

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ની 18મી સીઝન ચાલુ છે. આ સીઝનના મેગા ઓક્શનમાં અને ઓક્શન પહેલા રિટેન્શન દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓને મોટી ડીલ મળી. તેમાંથી 5 એવા ખેલાડી છે, જેમને 13 કે તેનાથી વધુ કરોડ રૂપિયા મળ્યા પરંતુ આ સીઝનમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું છે. જેમાં ઋષભ પંત અને રોહિત શર્મા જેવા સ્ટાર્સનું નામ પણ સામેલ છે. 

27 કરોડ અને રન માત્ર 17

IPL 2025 મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટુર્નામેન્ટના ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવીને ઋષભ પંતને પોતાની સાથે જોડ્યો હતો. તેમના માટે 27 કરોડ રૂપિયા એલએસજીએ ખર્ચ કર્યા હતા પરંતુ તે ત્રણ મેચોમાં અત્યાર સુધી માત્ર 17 રન બનાવી શક્યો છે. પહેલી મેચમાં ઝીરો, બીજામાં 15 અને ત્રીજામાં માત્ર 2 રન તેણે બનાવ્યા છે. કેપ્ટન તરીકે તે 2 મેચ હારી ચૂક્યો છે.

23.75 કરોડ, રન માત્ર 9

કોલકાતા નાઈટ રાઈડર્સે વેંકટેશ અય્યરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિટેન્શન દરમિયાન તેને કેકેઆરે રિટેન કર્યો નહોતો, પરંતુ મેગા ઓક્શનમાં પોતાના ઈતિહાસની સૌથી મોટી બોલી તેમના માટે લગાવી. જોકે, ત્રણ મેચોની બે ઈનિંગમાં તે માત્ર 9 રન બનાવી શક્યો છે. પહેલી મેચમાં 6 રન, બીજીમાં બેટિંગ ન મળી અને ત્રીજીમાં 3 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: IPL 2025: LSGના યુવા બોલરને શાનદાર બોલિંગ કરવા છતાં આ હરકત ભારે પડી, BCCIએ ફટકાર્યો મોટો દંડ

16.30 કરોડ પરંતુ રન બનાવ્યા છે માત્ર 21

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ સીઝનના મેગા ઓક્શન પહેલા રિટેન્શન તરીકે 16 કરોડ 30 લાખ રૂપિયા મળ્યા. જોકે, તેમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે. પહેલી મેચમાં તેમનું ખાતું ખુલ્યું નહોતું, બીજી મેચમાં 8 રન બનાવ્યા અને ત્રીજી મેચમાં માત્ર 13 રન બનાવ્યા. તે કુલ 21 રન ત્રણ મેચમાં બનાવી શક્યા છે.

13 કરોડ પરંતુ રન બનાવ્યા અત્યાર સુધી 29

રિંકુ સિંહ અત્યાર સુધી આઈપીએલમાં માત્ર લાખો રૂપિયામાં રમી રહ્યો હતો પરંતુ આઈપીએલ 2025ના રિટેન્શનમાં તેને કેકેઆરથી 13 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે તે લાખોમાં રમી રહ્યો હતો તો કરોડો વાળા ખેલાડીઓનું કામ કરી રહ્યો હતો પરંતુ હવે તેનું ફોર્મ નબળું છે. તે 3 મેચોની 2 ઈનિંગમાં 29 રન બનાવી શક્યો છે. એક મેચમાં તેણે 12 અને એક મેચમાં 17 રન બનાવ્યા છે.

18 કરોડ પરંતુ રન બનાવ્યાં માત્ર 34

યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જોકે, આઈપીએલ 2025ની ત્રણ મેચોમાં તેણે માત્ર 34 રન જ બનાવ્યા છે. પહેલી મેચમાં તે માત્ર 1 રન બનાવી શક્યો હતો. બીજી મેચમાં જરૂર 29 બનાવ્યાપરંતુ આગામી મેચમાં ફરીથી 4 રન પર આઉટ થઈ ગયો.

Tags :