Get The App

...તો આ બે દિગ્ગજ ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે વાપસી, બંને પાસે જબરદસ્ત મોકો

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
...તો આ બે દિગ્ગજ ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે વાપસી, બંને પાસે જબરદસ્ત મોકો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 05 જાન્યુઆરી 2024 શુક્રવાર

દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બે મેચની ટેસ્ટ સિરીઝ ભલે 1-1 થી ડ્રો થઈ પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ સિરીઝમાં નિરાશ કર્યા છે. ખાસ કરીને યુવાન બેટ્સમેન જેમને દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને પૂર્વ વાઈસ કેપ્ટન અંજિક્ય રહાણેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. યુવાન બેટ્સમેન આફ્રિકાની ઝડપી અને બાઉન્સી પિચ પર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. દરમિયાન સેલેક્ટર એક વાર ફરી રહાણે અને પૂજારાની તરફ જોઈ શકે છે. 

અંજિક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાની પાસે વાપસીની હવે શાનદાર તક છે. આ માટે તેમને 5 જાન્યુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફી 2024માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. રણજી ટ્રોફીમાં રહાણે મુંબઈના કેપ્ટન છે. પૂજારા સૌરાષ્ટ્ર માટે રમે છે. ઈંગ્લેન્ડ સામે આ મહિનાના અંતમાં શરુ થનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમમાં ખૂબ વધુ પરિવર્તન થવાની શક્યતા નથી. જે બાદ ભારતીય ખેલાડી મર્યાદિત ઓવરની ક્રિકેટમાં જ વ્યસ્ત રહેશે. જેમાં આઈપીએલ અને જૂનમાં થનારી ટી20 વર્લ્ડ કપ પણ સામેલ છે.

5 જાન્યુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફીની પહેલી મેચમાં ગુજરાતનો સામનો જ્યાં તમિલનાડુની ટીમ સાથે થશે તો ત્યાં કર્ણાટક V/S પંજાબ અને હરિયાણા V/S રાજસ્થાન વચ્ચે પણ મેચ રમાશે. ગત વિજેતા સૌરાષ્ટ્રની ટીમને આ વખતે મજબૂત ટીમની સાથે એક અઘરા ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે, જેમાં તેમની સાથે વિદર્ભ અને હરિયાણાની ટીમો પણ છે. આ સિવાય ગ્રૂપ-બી જેમાં આંધ્ર, આસામ સિવાય ગત સીઝનમાં રનર અપ રહેનારી બંગાળની ટીમ પણ છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે 38 ટીમો કુલ 5 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આમાં એલીટ કેટેગરીમાં 4 ગ્રૂપ છે. જેમાંથી 8-8 ટીમોને 4 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ સિવાય એક પ્લેટ ગ્રૂપ છે, જેમાં 6 ટીમોને રાખવામાં આવી છે. આ રીતે કુલ 38 ટીમો રાખવામાં આવી છે.


Google NewsGoogle News