સ્મૃતિ મંધાનાની દ. આફ્રિકા સામે તોફાની ઇનિંગ, સતત બીજી સદી ફટકારી, આ રેકોર્ડ પણ તોડ્યો
Smriti Mandhana Made World Record: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ધુંઆધાર બેટર સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે તોફાની ઇનિંગ રમતા સતત બીજી વખત સદી ફટકારી હતી. તેણે એક જ મેચમાં અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. મહિલા ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાંથી વનડે મેચમાં સૌથી વધુ સદી ફટકારનારી ખેલાડી બની ગઈ છે.
મંધાનાએ બનાવ્યો રેકોર્ડ
સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સતત બે વન-ડેમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બેટર બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝની પહેલી મેચમાં 117 રના બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા માર્યા હતા. ભારતે આ મેચ 143 રનથી જીત્યું હતું. હવે તેણે બીજી વનડેમાં પણ સદી ફટકારી છે.
મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી વધારે સદી કરવાનો રેકોર્ડ મિતાલી રાજના નામ પર છે. મિતાલીએ 232 મેચમાં 7 સદી કરી હતી. જયારે મંધાનાએ 84 મેચમાં 7 સદી કરી છે. મંધાના ભારતીય મહિલા ક્રિકેટ માટે સૌથી વધુ વનડે સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગઈ છે.
મંધાનાએ બીજી વનડેમાં તોફાની ઇનિંગ રમી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે બેંગ્લોર ખાતે રમાઈ હતી. મંધાનાએ 120 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 136 બનાવ્યા હતા. સ્મૃતિએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે શતકીય ભાગીદારી કરી હતી.