Get The App

આજે ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે ટક્કર

- ભારતને પહેલીવાર વર્લ્ડકપ જીતવાની આશા

- ઈજાગ્રસ્ત સ્મૃતિ મંધાના નહીં રમે

Updated: Feb 11th, 2023


Google NewsGoogle News
આજે ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે ટક્કર 1 - image

કેપ ટાઉન, તા.૧૧

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવતીકાલની પાકિસ્તાન સામેની મેચની સાથે મહિલા ટી-૨૦ વર્લ્ડકપના મિશનનો પ્રારંભ કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાની આશા છે. જોકે ભારતની ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના ઈજાગ્રસ્ત હોવાથી પાકિસ્તાન સામેની મેચમાં રમવાની નથી. આમ છતાં ભારત પાકિસ્તાન સામે એક તરફી વિજય મેળવવા માટે ફેવરિટ મનાય છે. કેપ ટાઉનમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૬.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

છેલ્લે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે એશિયા કપમાં ટી-૨૦ મુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાને ૧૩ રનથી અણધારી જીત મેળવી હતી. હવે ભારત વળતો પ્રહાર કરતાં ટી-૨૦ વર્લ્ડકપમાં વિજયી શુભારંભ કરવા માટે ફેવરિટ મનાય છે.

મહિલા ટીમનો ટી-૨૦ વર્લ્ડકપ અગાઉની ત્રિકોણીય જંગની ફાઈનલમાં યજમાન સાઉથ આફ્રિકા સામે પરાજય થયો હતો. આ ઉપરાંત ભારત પ્રેક્ટિસ મેચમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતુ. જે પછી આખરી પ્રેક્ટિસ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતુ.

ભારતીય બેટિંગનો મદાર શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્યુઝ જેવી બેટર્સ પર રહેશે. જ્યારે દીપ્તિ શર્મા તેમજ પૂજા વસ્ત્રાકરનો ઓલરાઉન્ડ દેખાવ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

પાકિસ્તાનની ટીમની સ્ટાર ટુ વોચ તરીકે કેપ્ટન બિસ્માહ મહારુફ અને નીદા દાર રહેશે. પાકિસ્તાનની ટીમ ટી-૨૦ વર્લ્ડકપ અગાઉ ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી રમી હતી. જ્યારે તેમણે પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતુ. જોકે તેઓ સાઉથ આફ્રિકા સામે હાર્યા હતા.


Google NewsGoogle News