PAK vs SL : પાકિસ્તાને વર્લ્ડકપ ઈતિહાસનો કર્યો સૌથી મોટો રન ચેઝ, રિઝવાને સર્જ્યા એકથી વધુ રેકોર્ડ

પાકિસ્તાને શ્રીલંકાને ODI World Cup 2023ની 8મી મેચમાં 6 વિકેટથી હરાવ્યું હતું

પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી હતી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
PAK vs SL : પાકિસ્તાને વર્લ્ડકપ ઈતિહાસનો કર્યો સૌથી મોટો રન ચેઝ, રિઝવાને સર્જ્યા એકથી વધુ રેકોર્ડ 1 - image
Image:IANS

World Cup Record : પાકિસ્તાને અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 8મી મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટે હરાવી ઘણાં એતિહાસિક રેકોર્ડ બનાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાન સામે ભારતનો સૌથી વધુ જીતનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. હવે પાકિસ્તાન ODI World Cupમાં કોઈ એક ટીમ સામે સતત મેચ જીતનાર ટીમ બની ગઈ છે. આ મેચમાં પાકિસ્તાને ODI World Cupનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ODI World Cupમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝનો રેકોર્ડ

ODI World Cup 2023માં પાકિસ્તાને ગઈકાલે પોતાની બીજી મેચ શ્રીલંકા સામે રમી હતી, જેમાં 4 વિકેટ ગુમાવી પાકિસ્તાને 345 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી અને 48.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ODI World Cupમાં આ સૌથી મોટા ટાર્ગેટ ચેઝનો રેકોર્ડ છે. આ પહેલા પાકિસ્તાને ODI World Cup 1992માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં 264 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. તે સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.

પાકિસ્તાનના બે બેટ્સમેનોએ સદી ફટકારી

ODI World Cupમાં પહેલીવાર આવું બન્યું હતું જયારે એક જ મેચમાં પાકિસ્તાનના બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ સાથે જ ODI World Cupના ઈતિહાસમાં પણ પહેલીવાર એવું બન્યું હતું જયારે એક મેચમાં 4 સદી ફટકારવામાં આવી હોય. ઓવરઓલ ODIમાં આ ત્રીજી વખત બન્યું છે. આ સિવાય પણ આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા હતા.

ODI World Cupમાં એક જ ટીમ સામે સતત જીતનો રેકોર્ડ

8 - પાકિસ્તાન vs શ્રીલંકા*

7 - ભારત vs પાકિસ્તાન

6 - વેસ્ટ ઈન્ડિઝ vs ઝિમ્બાબ્વે 

ODI World Cupમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ

345, પાકિસ્તાન vs શ્રીલંકા, હૈદરાબાદ, 2023*

328, આયર્લેન્ડ vs ઈંગ્લેન્ડ, બેંગલુરુ, 2011

322, બાંગ્લાદેશ vs વેસ્ટ ઈન્ડિઝ, ટોન્ટન, 2019

319, બાંગ્લાદેશ vs સ્કોટલેન્ડ, નેલ્સન, 2015

313, શ્રીલંકા vs ઝિમ્બાબ્વે, ન્યૂ પ્લાયમાઉથ, 1992

વનડેમાં પાકિસ્તાની વિકેટકીપરનો સર્વોચ્ચ સ્કોર

131* - મોહમ્મદ રિઝવાન vs શ્રીલંકા, હૈદરાબાદ, 2023*

124 - કામરાન અકમલ vs વેસ્ટ ઈન્ડિઝ, બ્રિસ્બેન, 2005

116* - કામરાન અકમલ vs ઓસ્ટ્રેલિયા, અબુ ધાબી, 2009

115 - મોહમ્મદ રિઝવાન vs ઓસ્ટ્રેલિયા, શારજાહ, 2019

વનડેમાં પાકિસ્તાની વિકેટકીપર તરીકે સદીનો રેકોર્ડ

5 - કામરાન અકમલ

3 - મોહમ્મદ રિઝવાન*

2 - સરફરાઝ અહેમદ

1 - ઉમર અકમલ

PAK vs SL : પાકિસ્તાને વર્લ્ડકપ ઈતિહાસનો કર્યો સૌથી મોટો રન ચેઝ, રિઝવાને સર્જ્યા એકથી વધુ રેકોર્ડ 2 - image


Google NewsGoogle News