World Cup 2023 : કુસલ પરેરાએ વર્લ્ડ કપ 2023ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી, ટ્રેવિસ હેડને છોડ્યો પાછળ

શ્રીલંકા સામે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : કુસલ પરેરાએ વર્લ્ડ કપ 2023ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી, ટ્રેવિસ હેડને છોડ્યો પાછળ 1 - image
Image:IANS

World Cup 2023 NZ vs SL : ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે ODI World Cup 2023ની 41મી મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમની શરૂઆત ખુબ ખરાબ થઇ હતી. પરંતુ શ્રીલંકા ટીમના ઓપનર કુસલ પરેરાએ શાનદાર બેટિંગ કરી હતી. જ્યાં એક તરફ એક પછી કે ટીમના બેટ્સમેન આઉટ થઇ રહ્યા હતા ત્યાં જ બીજી તરફ કુસલ પરેરા ન્યુઝીલેન્ડના બોલર્સની ધોલાઈ કરી રહ્યો હતો. કુસલ પરેરા(Kusal Perera Hits Fastest Fifty Of ODI World Cup 2023)એ તાબડતોડ બેટિંગ કરતા ODI World Cup 2023ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો છે.

ટ્રેવિસ હેડ અને કુસલ મેંડિસને છોડ્યા પાછળ

કુસલ પરેરાએ ન્યુઝીલેન્ડ સામે 28 બોલ પર 2 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે માત્ર 22 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. જે ODI World Cup 2023માં કોઈપણ બેટ્સમેન દ્વારા ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. પરેરાએ ODI World Cup 2023માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાના મામલે ટ્રેવિસ હેડ અને કુસલ મેંડિસને પાછળ છોડી દીધા છે. હેડ અને મેંડિસે આ વર્લ્ડ કપમાં 25-25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

ફાસ્ટેસ્ટ ફિફ્ટી બનાવનાર બીજો બેટ્સમેન

કુસલ પરેરા ODI World Cupમાં શ્રીલંકા તરફથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર બેટ્સમેનોની લીસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે. તેણે દિનેશ ચંદિમલની બરોબરી કરી લીધી છે. શ્રીલંકા તરફથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ODI World Cup 2015માં એન્જેલો મૈથ્યુઝે ફટકારી હતી. મૈથ્યુઝે માત્ર 20 બોલમાં 50 રન બનાવી દીધા હતા. 

World Cup 2023 : કુસલ પરેરાએ વર્લ્ડ કપ 2023ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી, ટ્રેવિસ હેડને છોડ્યો પાછળ 2 - image


Google NewsGoogle News