રોહિત શર્મા થયો ગુસ્સે, મેચ ટાઈ થયા બાદ બોલ્યો - 'એક રન બાકી હોય અને જીતી ના શકો તો...'
SL vs IND: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. જેમાં પ્રથમ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે ટાઈ થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 8 વિકેટે 230 રન બનાવી શકી હતી. જેના જવાબમાં રમવા આવેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમે 75 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યારબાદ આખી ટીમ 47.5 ઓવરમાં 230 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.
14 બોલમાં એક પણ રન ન બનાવી શકી ટીમ ઇન્ડિયા
મેચ ટાઈ થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'લક્ષ્ય હાંસલ કરી શકાય તેમ હતું. પરંતુ અમારું પ્રદર્શન મેચના અમુક તબક્કામાં જ સારું રહ્યું હતું. જેમાં અમારી શરૂઆત સારી હતી. પરંતુ પછી વિકેટ પડી, તેમાં છતાં કેએલ રાહુલ અને અક્ષર પટેલની ભાગીદારીથી ફરી મેચમાં સારું પ્રદર્શન થયું હતું, પણ છેલ્લે 14 બોલમાં એક રન બાકી હોય અને મેચ ન જીતી શકો તો દુઃખ તો થાય. આ એવી પિચ નહોતી કે જ્યાં તમે પહોંચતાની સાથે જ શોટ મારવાનું શરૂ કરી શકો. પણ મને લાગ્યું કે અમે સારું રમ્યા, તેમ છતાં એક રનથી પાછળ રહી ગયા.'
આ પણ વાંચો: ઓલિમ્પિકમાં લક્ષ્ય સેને રચ્યો ઈતિહાસ, તાઈવાનને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી
બે વિકેટ પડી જવાને કારણે મેચ પલટાઈ ગઈ
48મી ઓવરના ત્રીજા બોલ પર બંને ટીમનો સ્કોર બરાબર હતો પરંતુ શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ આગલા બે બોલ પર શિવમ દુબે અને અર્શદીપ સિંહને એલબીડબલ્યુ કરીને તે શ્રીલંકાને હારમાંથી બચાવવા સફળ રહ્યો અને મેચ ટાઈ થઈ ગઈ.
આ પણ વાંચો: ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે ટાઇ, અસલંકાએ બે વિકેટ ઝડપતાં ભારતે જીતેલી મેચ ગુમાવી