Get The App

વિરાટ કોહલી અંગે સર વિવિયન રિચર્ડ્સે કરી મોટી ભવિષ્યવાણી, ટીમ ઈન્ડિયાને આપ્યું સમર્થન

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
વિરાટ કોહલી અંગે સર વિવિયન રિચર્ડ્સે કરી મોટી ભવિષ્યવાણી, ટીમ ઈન્ડિયાને આપ્યું સમર્થન 1 - image


Image: Facebook

Sir Vivian Richards: ICC ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ પાંચ મેચ રમી ચૂકી છે, જ્યારે તેની એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. આ પાંચ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના બેટથી કોઈ પણ ધાંસૂ ઈનિંગ નીકળી નથી. વિરાટ કોહલીએ છેલ્લી પાંચ ઈનિંગમાં ક્રમથી 1,4,0, 24 અને 37 રન બનાવ્યાં છે. વિરાટે છેલ્લી મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 28 બોલ પર 37 રન બનાવ્યાં હતાં અને આ દરમિયાન એક ચોગ્ગો અને 3 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી ફોર્મમાં પાછો ફરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. સુપર-8-ગ્રૂપ-1 માં આજે ઈન્ડિયા vs ઓસ્ટ્રેલિયા મેચ રમાવાની છે. આ મેચ પહેલા વેસ્ટઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર સર વિવ રિચર્ડ્સે વિરાટ કોહલીને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે.

વિવ રિચર્ડ્સે વિરાટ કોહલી અંગે કહ્યું, વિરાટ કોહલી ફાઈટર છે, હું હંમેશા વિરાટ કોહલીને બેક કરીશ. જો નોકઆઉટ્સ મેચ થશે તો તે ત્યાં હશે અને સારું પ્રદર્શન પણ કરશે. ટીમ ઈન્ડિયાએ આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સુપર-8 મેચ રમવાની છે. ઈન્ડિયા પહેલા જ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને સુપર-8 માં હરાવી ચૂક્યું છે. આજની જીત ભારતની સેમિફાઈનલમાં ટિકિટ પાક્કી કરી દેશે. આ સિવાય તેનું ઈંગ્લેન્ડની સાથે સેમિફાઈનલ મેચ પણ નક્કી થઈ જશે. 

ટી20 વર્લ્ડ કપ 2024માં વિવ રિચર્ડ્સ હવે ભારતને જ બેક કરી રહી છે. ઈન્ડિયા vs બાંગ્લાદેશ મેચ બાદ વિવ રિચર્ડ્સ ઈન્ડિયન ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયાં હતાં. બેસ્ટ ફીલ્ડર મેડલ આ વખતે વિવ રિચર્ડ્સે જ આપ્યું હતું. વિવ રિચર્ડ્સે તે બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી, રિષભ પંતની સાથે પોતાની તસવીર શેર કરતાં લખ્યું હતું, ટીમ ઈન્ડિયા... તમે સારું કામ કરી રહ્યાં છો. જો વેસ્ટઈન્ડિઝ કરી શકતી નથી તો હું તમને બેક કરીશ. વેસ્ટઈન્ડિઝ ટી20 વર્લ્ડ કપ 2024ના સેમિફાઈનલની દોડથી બહાર થઈ ગયું છે. વેસ્ટઈન્ડિઝને સાઉથ આફ્રિકાએ હરાવ્યું. ગ્રૂપ-2 થી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે, જ્યારે ગ્રૂપ-1 થી અત્યાર સુધી કોઈ પણ ટીમ સેમિફાઈનલની ટિકિટ પાક્કી કરી શક્યું નથી. 


Google NewsGoogle News