Get The App

પંજાબની કેકેઆર સામે ધમાકેદાર જીતના તાત્કાલિક બાદ સ્ટાર ઓલરાઉન્ડરે ટીમનો સાથ છોડ્યો, જાણો કારણ

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
પંજાબની કેકેઆર સામે ધમાકેદાર જીતના તાત્કાલિક બાદ સ્ટાર ઓલરાઉન્ડરે ટીમનો સાથ છોડ્યો, જાણો કારણ 1 - image


Image Source: Twitter

Sikandar Raza left Punjab Kings IPL 2024: પંજાબ કિંગ્સની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધમાકેદાર જીત બાદ સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાએ ટીમનો સાથ છોડી દીધો છે. સિકંદર રઝાએ પંજાબ કિંગ્સનો સાથ છોડવાનું કારણ નેશનલ ડ્યૂટી એટલે કે, ઝિમ્બાબ્વે માટે ક્રિકેટ રમવાનું જણાવ્યું છે. ઝિમ્બાબ્વેમાટે ક્રિકેટ રમવાના કારણે સિકંદર રઝા હવે IPL 2024નો હિસ્સો નહીં રહેશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ 3 મે થી બાંગ્લાદેશના પ્રવાસ પર છે અને ટીમ આ પ્રવાસ પર ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારી કરવા માટે 5 મેચોની ટી20 સિરિઝ રમશે. સિકંદર રઝા ઝિમ્બાબ્વે ટી20 ટીમનો કેપ્ટન છે. 

સિકંદર રઝાએ સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

સિકંદર રઝાએ સોશિયલ મીડિયા દ્વારા IPL અને પંજાબ કિંગ્સનો સાથ છોડવાની માહિતી આપી હતી. રઝાએ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, ધન્યવાદ ભારત, IPL અને પંજાબ કિંગ્સ મારી સાથે હોવા માટે, દરેક ક્ષણનો આનંદ માણ્યો. હવે નેશનલ ડ્યૂટીનો સમય છે. ઈન્શાઅલ્લાહ આપણે ટૂંક સમયમાં ફરી મળીશું.

સિકંદર રઝાને IPL 2024માં પંજાબ કિંગ્સ માટે માત્ર બે મેચ રમવાની તક મળી છે. જેમાં તેણે 21.50ની એવરેજથી 43 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે ઓવર ફેંકી હતી જેમાં તેણે 22 રન આપ્યા હતા અને કોઈ વિકેટ નહોતી મળી.

KKR vs PBKS મેચ કેવી રહી?

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે સુનીલ નારાયણ અને ફિલિપ સોલ્ટની શાનદાર બેટિંગની મદદથી 261 રન બનાવ્યા હતા. સોલ્ટે 75 રનની ઈનિંગ રમી હતી અને નરેને 71 રનની ઈનિંગ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 62 બોલમાં 138 રનની ભાગીદારી હતી.

આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને પ્રભસિમરન સિંહ અને જોની બેરસ્ટોએ ધાકડ શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ શશાંક સિંહે 28 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી. જોની બેરસ્ટોએ આ રન ચેઝમાં સિઝનની પોતાની પ્રથમ સદી ફટકારી અને 108 રનની અણનમ ઈનિંગ રમી હતી. પંજાબ કિંગ્સે ટી20ના ઈતિહાસનો સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ સર્જીને કોલકાતાને 8 બોલ બાકી હતા ત્યારે 8 વિકેટથી હરાવ્યું હતું.


Google NewsGoogle News