Get The App

VIDEO : શુભમને કરી નાખી મોટી ભૂલ! આઉટ નહોતો, ગીલની વિકેટ પર દ્રવિડનું રિએક્શન વાયરલ

સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમને સુર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં T20 સીરીઝ ડ્રોમાં પુરી કરી

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
VIDEO : શુભમને કરી નાખી મોટી ભૂલ! આઉટ નહોતો, ગીલની વિકેટ પર દ્રવિડનું રિએક્શન વાયરલ 1 - image
Image Twitter 

તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર 

Shubman Gill Wicket: સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમને સુર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં T20 સીરીઝ ડ્રોમાં પુરી કરી. પહેલી મેચ વરસાદના  કારણે ધોવાઈ ગઈ, જ્યારે બીજી મેચમાં 5 વિકેટથી યજમાન ટીમ જીતી. તો ભારતે છેલ્લી મેચમાં 106 રનથી મોટી જીત મેળવી સીરીઝ ડ્રો કરી હતી. આ મેચમાં શુભમન ગિલ કેશવ મહારાજના બોલ પર એલબીડબલ્યુ આઉટ થઈને પેવેલિયનમાં પરત ફર્યો હતો. તેમણે ડીઆરએસ નહોતો લીધો, પરંતુ રિપ્લેમા જે દેખાયુ તો તે નોટઆઉટ હતો. 

નોટ આઉટ હતો ગિલ

હકીકતમાં પહેલી ઈનિગ્સની ત્રીજી ઓવરમાં સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ આવ્યા હતા અને પીચ પર શુભમન ગીલ હતો. પહેલો બોલ ખાલી રહ્યો હતો. બીજા બોલમાં ગિલ જોરથી સ્વીપ શોર્ટ લગાવવાના ચક્કરમાં બોલ ચુકી ગયો હતો. બોલ બેટ નજીકથી સરકીને સીડીના પેડ સાથે અથડાયો હતો. બોલર અને બાકીના ખેલાડીઓની અપીલ પછી અમ્પાયર તેમને આઉટ કર્યા હતા. ગિલ તે વખતે 12 રન પર બેટિંગ કરી રહ્યા હતા. 

યશસ્વી સાથે કરી વાત

ગિલને આઉટ જાહેર કર્યા પછી નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા યશસ્વી જયસ્વાલ સાથે વાત પણ કરી, પરંતુ રિવ્યુ લેવાના કારણે સહમતી ના થઈ શકી અને આ દરમ્યાન ડીઆઈએસ લેવાનો સમય પુરો થઈ ગયો હતો. ગીલ પેવેલિયનમાં પરત ફરે છે. ગિલના આઉટ થયા પછી જ્યારે તેણે મોટી સ્ક્રીન પર રિપ્લે પર જોયુ, તો તેમાં નોટ આઉટ જોવા મળ્યુ હતું. તેને જોયા બાદ ડગઆઉટમાં બેઠેલા ટીમના હેડ કોચ રાહુલ દ્વવિડનું રિએક્શન વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


Google NewsGoogle News