'ભારત-પાકિસ્તાનની મેચ રમશે શુભમન ગિલ', પૂર્વ ચીફ સિલેક્ટરે કહી દીધી આ વાત

ગિલના સ્થાને ઈશાન કિશને રોહિત શર્મા સાથે ઈનિંગ્સની શુરુઆત કરી હતી

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
'ભારત-પાકિસ્તાનની મેચ રમશે શુભમન ગિલ', પૂર્વ ચીફ સિલેક્ટરે કહી દીધી આ વાત 1 - image
Image : file pic 

MSK Prasad on Shubman Gill : ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ મેચ શનિવારે અમદાવાદમાં રમાનાર છે ત્યારે ભારતીય સ્ટાર ઓપનર આ મેચ રમશે કે કેમ તેની ચર્ચાએ જોર પક્ડ્યુ છે તેવા વચ્ચે ભારતના પૂર્વ ચીફ સિલેક્ટર (former chief selector) MSK પ્રસાદે આ મેચ પહેલા જ મોટુ નિવેદન (made a big statement) આપતા કહ્યું કે ઓપનિંગ બેટર ગિલ આ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકે છે.

ગિલના સ્થાને કિશને ઈનિંગ્સની શરુઆત કરી હતી

વર્લ્ડ કપ 2023 શરુ થયો પહેલા જ ગિલને ડેન્ગ્યુ થયો હતો અને આ જ કારણે તેણે શરુઆતના બંને મેચ ગુમાવ્યા છે. ગિલના સ્થાને ઈશાન કિશને રોહિત શર્મા સાથે ઈનિંગ્સની શુરુઆત કરી હતી. શુભમન ગિલ ચેન્નઈથી અમદાવાદ સીધો જ પહોંચ્યો હતો અને તેણે ગઈકાલે એક કલાક સુધી નેટ પ્રેક્ટિસ (net practiced) કરી હતી. પૂર્વ ચીફ સિલેક્ટર MSK પ્રસાદનું માનવું છે કે ગિલ એક કલાક સુધી નેટમાં બેટિંક કરી શકે છે તો તે સંપૂર્ણ રીતે ફીટ છે અને તે પાકિસ્તાન સામેની મેચમાં રમી શકે છે. 

હવે ગિલ સ્વસ્થ થઈ ગયો છે : MSK પ્રસાદ

પૂર્વ ચીફ સિલેક્ટર  MSK પ્રસાદે વધુમાં કહેતા જણાવ્યું હતું કે આપણે આ પ્રકારની અટકળો પર વિરામ મુકવો જોઈએ. શુભમન ગિલ નિશ્ચિત રુપે પાકિસ્તાન સામેની મેચ રમશે. તે ખુબ જ સારો ખેલાડી છે અને તેને બહાર રાખી શકાય તેમ નથી. તેને ફક્ત તાવ આવ્યો હતો અને હવે તે સ્વસ્થ થઈ ગયો છે. આ એટલી મોટી બાબત ન હતી કે ગિલના સ્થાને બીજા અન્ય ખેલાડીને રિપ્લેસ કરવા વિશે વિચારીએ. આ બધી અફ્વાઓ (rumors) છે જે બીમારીની ગંભીરતા વિશે સામે આવી રહી છે પછી ભલે તમે તેને કોઈપણ સ્વરુપમાં સાંભળી રહ્યા હોય. આ ઉપરાંત પ્રસાદે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચ ઘણી મહત્વની મેચ છે અને જો તે ફિટ છે તો મને ખાતરી છે કે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં હોવો જોઈએ.

'ભારત-પાકિસ્તાનની મેચ રમશે શુભમન ગિલ', પૂર્વ ચીફ સિલેક્ટરે કહી દીધી આ વાત 2 - image


Google NewsGoogle News