ભારતીય ઓપનર શુભમન ગિલને લઈને મોટી અપડેટ, ચેન્નઈની હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ભારતીય ઓપનર શુભમન ગિલને લઈને મોટી અપડેટ, ચેન્નઈની હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ 1 - image


Shubman Gill Health Update : ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવીને વિશ્વકપમાં પોતાના અભિયાનની શરુઆત કરી દીધી છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે ODI World Cup 2023ની શરૂઆતથી જ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. આજે સવારે સમાચાર આવ્યા હતા કે શુભમન ગિલને ચેન્નઈની એક હોસ્પિટલમાં પ્લેટલેટ્સ ઓછા થતા દાખલ કરવામાં આવ્યો હતો. એવામાં હાલ ભારતીય ફેન્સ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. શુભમન ગિલને હાલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જોકે હજુ પણ એ વાત નક્કી થઇ શકી નથી કે તે આગામી ભારત-પાકિસ્તાનની મેચમાં રમશે કે નહીં. BCCI દ્વારા હાલ તે અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.

શુભમન ગિલ વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી

ભારતીય ટીમનો ઓપનર શુભમન ગિલ વનડેમાં 34 ઇનિંગ્સ બાદ સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. આમ કરીને તેણે બાબર આઝમને પાછળ છોડી દીધો છે. બાબરે પોતાના વનડે કરિયરની પહેલી 34 ઇનિંગ્સ બાદ કુલ 1689 રન બનાવ્યા હતા. જયારે ગિલ 34 ઇનિંગ્સમાં 1813 રન બનાવી ચુક્યો છે. વનડેમાં 34 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાના નામે છે. અમલાએ 34 ઇનિંગ્સમાં કુલ 1834 રન બનાવ્યા હતા.

ગિલ તોડી શકે છે સચિનનો રેકોર્ડ

શુભમન ગિલ પાસે આ વર્ષે સચિન તેંડુલકરનો એક ખાસ રેકોર્ડ તોડવાની તક છે. સચિનના નામે વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેંડુલકરે વર્ષ 1998માં 1894 રન બનાવ્યા હતા. જયારે ગિલે વર્ષ 2023માં અત્યાર સુધી કુલ 1126 રન બનાવી લીધા છે. જો તે 771 રન બનાવવામાં સફળ રહ્યો તો તે વનડેમાં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.


Google NewsGoogle News