Get The App

IPL 2025: ગુજરાત ટાઈટન્સને છોડી મેગા ઓક્શનમાં ઉતરવા માંગે છે શુભમન ગિલ? જાણો કેમ વહેતી થઈ અટકળો

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
IPL 2025: ગુજરાત ટાઈટન્સને છોડી મેગા ઓક્શનમાં ઉતરવા માંગે છે શુભમન ગિલ? જાણો કેમ વહેતી થઈ અટકળો 1 - image


Image: Facebook

IPL 2025: ગુજરાત ટાઈટન્સ આગામી આઈપીએલ સિઝન માટે પોતાના કેપ્ટન શુભમન ગિલને રિટેન કરવાની તૈયારીમાં છે. ગુજરાત ટાઈટન્સના સૂત્રોએ આ જાણકારી આપી છે. સ્ટાર સ્પિનર રાશિદ ખાન ગુજરાત ટાઈટન્સમાં ગિલની કેપ્ટનશિપમાં રમવા માટે રાજી છે.

ગુરુવાર સુધી તમામ 10 ફ્રેંચાઈઝીને પોતાના રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની લિસ્ટ જાહેર કરવાની છે. આ દરમિયાન અફવાઓએ જોર પકડી લીધું છે. એવી ઘણી જાણકારી આવવા લાગી છે કે ખેલાડી પોતાની ટીમ બદલવા ઈચ્છે છે. આઈપીએલ 2025 માટે મેગા ઓક્શન થવાનું છે, ગુજરાતથી આશા છે કે તે મજબૂત સ્કવોડ બનાવીને બીજી વખત આઈપીએલ ટ્રોફી ઉઠાવશે.

ગિલની કેપ્ટનશિપમાં ફીક્કું પ્રદર્શન

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 'શુભમન ગિલ આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરશે અને રાશિદ ખાન તેના નેતૃત્વમાં રમશે. ઘણી મોટી ટીમોની નજર ગિલ પર છે અને તે તેને ઓક્શનમાં જોવા માગે છે. ગિલ ગુજરાતની સાથે ઈમાનદાર રહીને મજબૂત ટીમ બનાવવા ઈચ્છે છે.'

હાર્દિક પંડ્યાનું ફ્રેંચાઈઝી છોડ્યા બાદ શુભમન ગિલને તેના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યો. શુભમન ગિલની કેપ્ટનશિપમાં ગુજરાતનું પ્રદર્શન સારું રહ્યું નહીં. પોતાની ડેબ્યૂ સિઝનમાં ખિતાબ જીતનાર ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2024માં આઠમાં સ્થાને રહ્યું.

આ પણ વાંચો: IPL 2025ના મેગા ઓક્શન પહેલા રીલીઝ કરી દેવાશે રાહુલ અય્યર સહિત આ 5 સ્ટાર ખેલાડીઓ? સસ્પેન્સ વધ્યો

ગુજરાતનું પ્રદર્શન

ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2022માં ખિતાબ જીત્યો. તે બાદ 2023 આઈપીએલમાં તે રનર્સ-અપ રહી. 2024માં ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું અને તે 10 ટીમોના ટુર્નામેન્ટમાં આઠમાં સ્થાને રહી. ગુજરાત ટાઈટન્સે 2024માં સાત મેચ ગુમાવી જ્યારે પાંચ જીત નોંધાવી.

આમ તો રિટેન્શનના મામલે ગિલ સિવાય સૌથી ચર્ચિત વિષય એમએસ ધોની છે. તમામની નજરો અટકેલી હશે કે એમએસ ધોની રિટેન્શન ખેલાડીઓની લિસ્ટમાં હશે કે નહીં. જો ધોનીનું નામ રિટેન ખેલાડીઓની લિસ્ટમાં આવ્યું તો સીએસકે તેને અનકેપ્ડ ખેલાડીઓ તરીકે રિટેન કરશે. તમામ આઈપીએલ ફ્રેંચાઈઝીને આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા છ ખેલાડીઓને રિટેન કરવાની પરવાનગી છે.


Google NewsGoogle News