બોલિંગ તો શાનદાર થઈ પણ બેટર્સે નિરાશ કર્યા...: શુભમન ગિલે આપ્યું હારનું કારણ
LSG vs GT IPL 2024: IPL 2024ની પાંચમી મેચમાં ગુજરાત ટાઈટન્સનો ત્રીજો પરાજય થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સ અને હવે લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાતને હરાવ્યું છે. લખનઉએ જીતની હેટ્રિક સર્જી હતી અને ગુજરાત ટાઈટન્સનો ધબડકાબાદ 34 રનથી પરાજય થયો હતો. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ આખી ટીમ 130 રનમાં દ ખખડી ગઈ હતી. GTને શરૂઆત સારી મળી હતી પરંતુ ટીમ તેનો ફાયદો ન ઉઠાવી શકી અને 33 રનથી મેચ હારી ગઈ હતી. ટીમના કેપ્ટન શુભમન ગિલે ગુજરાતની કારમી હાર પાછળનું કારણ જણાવ્યું છે. ગિલે ટીમની બેટિંગ યુનિટને આ હારનું કારણ ગણાવ્યું છે.
બોલિંગ તો શાનદાર થઈ પણ બેટર્સે નિરાશ કર્યા
શુબમન ગિલે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, બેટિંગ કરવા માટે તે સારી વિકેટ હતી પરંતુ અમારું બેટિંગ પ્રદર્શન ખરાબ રહ્યું. અમને સારી શરૂઆત મળી હતી પરંતુ વચ્ચે અમે વિકેટ ગુમાવી દીધી અને પછી તેમાંથી બહાર ન નીકળી શક્યા. અમારા બોલરો અસાધારણ હતા કારણ કે તેઓએ તેમને 160ની આસપાસ જ રોકી દીધા હતા પરંતુ અમારા બેટર્સે અમને નિરાશ કર્યા. ગુજરાતને સારી શરૂઆત મળી હતી પરંતુ પ્રથમ વિકેટ પડી ત્યારબાદ વિકેટો પડતી જ રહી. પ્રથમ વિકેટ શુભમન ગિલની પડી હતી જે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં આઉટ થઈ ગયો હતો.
મિલર એવો ખેલાડી છે જે થોડી જ ઓવરમાં આખી મેચ બદલી શકે છે: શુભમન ગિલ
કેપ્ટન શુભમન ગિલે આગળ ડેવિડ મિલર વિશે કહ્યું કે, મિલર એવો ખેલાડી છે જે થોડી જ ઓવરમાં આખી મેચ બદલી શકે છે. કારણ કે મને લાગે છે કે આ સ્કોર અમારા માટે હાંસલ કરવો સરળ હતો. બીજી તરફ પોતાના આઉટ થવા પર તેણે કહ્યું કે, મને લાગ્યું કે આ પાવરપ્લેની છેલ્લી ઓવર છે અને હું તેનો પૂરો ફાયદો ઉઠાવવા માગતો હતો. હું તે બોલ મિસ કરી ગયો કારણ કે મેં થોડું વધારે જ સ્કવોયર રમવાનો પ્રયાસ કર્યો હતો. અમારા બોલરોને બોલિંગ કરતા જોવું જબરદસ્ત હતું. અમે તેમને લગભગ 160-165 આસપાસ અટકાવવા માગતા હતા.