Get The App

VIDEO : શુભમન ગિલે પકડ્યો અશક્ય કેચ, રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

કુલદીપ યાદવે ભારત માટે 2 વિકેટ ઝડપી

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
VIDEO : શુભમન ગિલે પકડ્યો અશક્ય કેચ, રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ 1 - image
Image:Twitter

Shubman Gill Catch, IND vs ENG 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમને પ્રથમ વિકેટ માટે 18 ઓવરની રાહ જોવી પડી હતી. પ્રથમ દિવસે એક કલાક સુધી ઇંગ્લેન્ડની એક પણ વિકેટ પડી ન હતી, પરંતુ ડ્રીંક્સ બ્રેક પછી ભારતને પ્રથમ સફળતા કુલદીપ યાદવે અપાવી હતી, પરંતુ આ વિકેટ અપાવવામાં સૌથી વધુ યોગદાન શુભમન ગિલનું હતું. કારણ કે તેણે એક અશક્ય કેચ ખૂબ જ સહેલાઇથી પકડ્યો હતો.

ગિલે અસભંવ કેચ પકડી ભારતને અપાવી પ્રથમ સફળતા

ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે 18મી ઓવરના છેલ્લા બોલ પર કવરની ઉપરથી શોટ રમવાનો પ્રયાસ કર્યો. જો કે કુલદીપનો બોલ બેટ પર સારી રીતે આવ્યો નહીં અને હવામાં ઉછળી ગયો. શુભમન ગિલ ડકેટની ખૂબ જ નજીક કવર પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તેણે જોયું કે બોલ હવામાં હતો, તે પાછો વળ્યો અને લગભગ 25 ફૂટ દોડ્યો અને કેચ પકડવામાં સફળ થયો હતો.

રવિ શાસ્ત્રીએ કર્યા ગિલના વખાણ

ગિલની શાનદાર ફિલ્ડીંગના વખાણ ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ કર્યા હતા. શાસ્ત્રીએ કહ્યું, “તે લગભગ 20થી 25 ફૂટ સુધી પાછળ દોડ્યો અને પછી કેચ પકડી લીધો. જો તમે આટલા આગળ દોડો અને કેચ પકડો તો શક્ય લાગે છે, પરંતુ પાછળ ફરીને દોડવું અને પછી બોલ પર નજર રાખવી એ આસાન નથી. ઘણી વખત બોલ તમારાથી દૂર જાય છે અને તમે બોલની નીચે યોગ્ય રીતે આવતા નથી. જો કે શુભમન ગિલે આવું કંઈ થવા દીધું ન હતું.”

પ્રથમ સેશનમાં ઇંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવી

શુભમન ગિલના આ શાનદાર કેચને કારણે ભારતને પ્રથમ સફળતા મળી અને બેન ડકેટ 58 બોલમાં 27 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો. જો કે પ્રથમ સેશન સંપૂર્ણપણે ઈંગ્લેન્ડની તરફેણમાં જતી દેખાઈ રહી હતી, પરંતુ લંચ પહેલા કુલદીપ યાદવે ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો આપ્યો હતો. આ રીતે, ઇંગ્લેન્ડે ચોક્કસપણે 100 રન બનાવ્યા, પરંતુ પ્રથમ સેશનની 25.3 ઓવરમાં 2 વિકેટ પણ ગુમાવી દીધી હતી. 

VIDEO : શુભમન ગિલે પકડ્યો અશક્ય કેચ, રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ 2 - image


Google NewsGoogle News