ટીમ ઇન્ડિયા સાથે કેવું છે ગૌતમ ગંભીરનું વર્તન? શુભમન ગિલે કહ્યું- 'પહેલા બે પ્રેક્ટિસ સેશનમાં જ ખબર પડી ગઈ કે...'

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ટીમ ઇન્ડિયા સાથે કેવું છે ગૌતમ ગંભીરનું વર્તન? શુભમન ગિલે કહ્યું- 'પહેલા બે પ્રેક્ટિસ સેશનમાં જ ખબર પડી ગઈ કે...' 1 - image

Shubman Gill On Coach Gautam Gambhir: શ્રીલંકા પ્રવાસની શરુઆત પહેલાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગીલે ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના વખાણ કર્યા છે. ગીલે કહ્યું કે, ગંભીરના વિચારોમાં સ્પષ્ટતા છે. T20 વર્લ્ડકપ 2024 બાદ રાહુલ દ્રવિડનો ભારતીય ટીમના કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. તેનું સ્થાન હવે ગૌતમ ગંભીરે લીધું છે. ભારતીય ટીમ સાથે ગંભીરનું આ પહેલું અસાઇનમેન્ટ છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરુ થશે. આ પ્રવાસ દરમિયાન ટીમ 3-3 મેચોની T20 વનડે સીરિઝ રમશે.

આ પણ વાંચો: Samit Dravid: મોરના ઈંડા ચિતરવા ન પડે! રાહુલ દ્રવિડના દીકરાને મળ્યું ઈનામ, ધુરંધર ક્રિકેટર્સ સાથે રમવા મળશે

શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'અમે વિશ્વ ચેમ્પિયન છીએ અને તે જ શૈલીમાં પ્રદર્શન કરીશું. આશા છે કે નવા કોચિંગ સ્ટાફ સાથે અમને સફળતા મળશે. હું તેની (ગંભીર) સાથે પહેલીવાર કામ કરી રહ્યો છું. પરંતુ માત્ર બે નેટ સેશનમાં જ સ્પષ્ટ થઈ ગયું કે તેના વિચારોમાં ઘણી સ્પષ્ટતા છે. તેઓ જાણે છે કે તેમણે કયા ખેલાડી સાથે ક્યારે અને કયા પાસા પર કામ કરવાનું છે.'

જ્યારે ગીલને વાઇસ કેપ્ટન તરીકેના દબાણ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે હું બેટિંગ કરવા ઉતરું છું ત્યારે સારું પ્રદર્શન કરીને ટીમને મેચ જીતાડવાનો મારો હેતુ હોય છે. તફાવત માત્ર એટલો છે કે મેદાન પર વધુ નિર્ણયો લેવા પડે છે.

આ પણ વાંચો: Paris Olympicsનું કાઉન્ટડાઉન શરૂ, ઓપનિંગ સેરેમનીમાં લેડી ગાગા અને સેલિન ડીયોન પરફોર્મન્સ આપશે

ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ ભારતીય ટીમના નેતૃત્વમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગિલને વનડે અને ટી-20 ટીમના વાઇસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે. મેનેજમેન્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે તેઓ ગિલને ભવિષ્યના કેપ્ટન તરીકે વિચારી રહ્યા છે.

ટીમ ઇન્ડિયા સાથે કેવું છે ગૌતમ ગંભીરનું વર્તન? શુભમન ગિલે કહ્યું- 'પહેલા બે પ્રેક્ટિસ સેશનમાં જ ખબર પડી ગઈ કે...' 2 - image



Google NewsGoogle News