'ત્રણ વર્ષથી સિંગલ છું', સારા અને અવનીત સાથે ડેટિંગની અફવા પર શુભમન ગિલે મૌન તોડ્યું
Shubman Gill on Dating to Avneet Kaur: શુભમન ગિલે પોતાની લવ લાઈફ વિશે ખુલ્લીને વાત કરી છે. તેના મતે તે ક્યારેય એવા લોકોને મળ્યો નથી, જેની સાથે તેનું નામ જોડવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટર શુભમન ગિલ મોટાભાગે તેની રમતને લઈને ચર્ચામાં રહ્યો છે. આ સિવાય તે તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેનું નામ ઘણી મહિલા સેલિબ્રિટીઓ સાથે જોડાયું છે. તેનું નામ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયું છે. આ ઉપરાંત તેનું નામ બોલિવૂડ અભિનેત્રીઓ સારા અલી ખાન અને અવનીત કૌર સાથે પણ જોડાયું છે. જો કે, હવે શુભમન ગિલે તેના અંગત જીવનને લઈને ખુલ્લીને વાત કરી છે.
કોઈની પણ સાથે રિલેશનશિપમાં નથી શુભમન
હાલમાં જ શુભમન ગિલે હોલીવુડ રિપોર્ટર સાથેની વાતચીતમાં તેના લવ લાઈફ વિશે વાત કરતાં કહ્યું કે, 'હું છેલ્લા કેટલાક વર્ષોથી સિંગલ છું. મારું નામ ઘણા લોકો સાથે જોડાયેલું છે અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ક્યારેક એટલું બકવાસ લાગે છે કે, જેની સાથે મારું નામ જોડાયું છે, તેને હું ક્યારેય મળ્યો પણ નથી.'
કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે શુભમન
શુભમને કબૂલ કર્યું કે, 'ખરેખર તો ક્યારેક મને નવાઈ લાગે છે કે, કોઈ પણ આધાર વાર્તાઓ બનાવવામાં આવે છે. હસતાં હસતાં શુભમને કહ્યું, 'મને અફવાઓ સાંભળવા મળે છે કે હું તે વ્યક્તિ સાથે છું. પછી હું મારી જાતને કહું છું, 'શું?' શુભમને કહ્યું કે, હું ખૂબ જ વ્યસ્ત છું. રમત પછી મારી પાસે ખૂબ જ ઓછો સમય બચ્યો હોય છે. મારી પાસે સંબંધોમાં વિતાવવા માટે સમય નથી. તે આ માટે વર્ષમાં 300 દિવસ કાઢી શકતો નથી.
આ પણ વાંચો: 7 મેચમાં ફક્ત 48 રન ફટકાર્યા... 4.2 કરોડમાં ખરીદેલો આ ઓલરાઉન્ડર પંજાબને માથે પડ્યો
એટલા માટે અફવાઓ ફેલાવવામાં આવી હતી
ઘણા વર્ષોથી એવી અફવા ચાલી રહી હતી કે, શુભમન ગિલ અને સારા તેંડુલકર રિલેશનશિપમાં છે. સારા ઘણી મેચોમાં શુભમન માટે ચીયર કરતી જોવા મળી હતી. જોકે, બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે કંઈ કહ્યું નહીં.
હાલમાં શુભમનનું નામ ફરી અભિનેત્રી અવનીત કૌર સાથે જોડાયું હતું. અવનીત કૌર દુબઈમાં શુભમનની એક મેચમાં જોવા મળી હતી, ત્યારથી એવી અફવાઓ હતી કે અવનીત અને શુભમન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જો કે, આ સંદર્ભમાં કોઈ પુરાવા નથી, જે તેમના સંબંધોની પુષ્ટિ કરી શકે.