સચિનનો આ રેકોર્ડ આજ સુધી કોઈ નથી તોડી શક્યું, જો શુભમન આ વખતે ન તોડી શક્યો તો કોઈ નહીં તોડી શકે

ભારતના બેટ્સમેન શુભમન ગિલનું આ વખતે વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન

જેમાં અત્યાર સુધીમાં 19 મેચમાં શુભમન ગિલે સચિન તેંડુલકરના 1,894 રનના વર્લ્ડ રેકોર્ડને તોડવાથી માત્ર 665 રન દૂર છે

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
સચિનનો આ રેકોર્ડ આજ સુધી કોઈ નથી તોડી શક્યું, જો શુભમન આ વખતે ન તોડી શક્યો તો કોઈ નહીં તોડી શકે 1 - image


Gill vs Tendulkar : ભારતના ઓપનીંગ બેટ્સમેન શુભમન ગિલે આ વખતે વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલની ગણતરી ટીમના પ્રતિભાશાળી ખેલાડીઓમાં કરવામાં આવે છે. જેમાં વન-ડે મેચમાં ગિલનું પ્રદર્શન ખુબ સારું રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 19 મેચમાં શુભમન ગિલે સચિન તેંડુલકરના 1,894 રનના વર્લ્ડ રેકોર્ડને તોડવાથી માત્ર 665 રન દૂર છે. આ રેકોર્ડને તોડવો કદાચ અશક્ય માનવામાં આવી રહ્યો છે.

સચિનના 25 વર્ષ જુના રેકોર્ડને તોડવાની શાનદાર તક

2023માં શુભમન ગિલે 19 મેચમાં 72.35 અને 105ના સ્ટ્રાઈક રેટથી 1,230 રન બનાવ્યા છે. હાલ શુભમન ગિલ પાસે સચિન તેંડુલકરના 25 વર્ષ જુના રેકોર્ડને તોડવાની એક શાનદાર તક પણ છે. 2023 રનના ચાર્ટમાં ગિલ પછીનું નામ, 934 રન સાથે UAEના આસિફ ખાનનું છે. ICC ફુલ મેમ્બર્સના બેટ્સમેનોમાં, માત્ર પથુમ નિસાન્કાએ જ 819 રન ફટકારી 750નો આંકડો પાર કર્યો છે.

1998ના વર્લ્ડ રેકોર્ડ ચેલેન્જીંગ

સચિન સિવાય એવા ત્રણ ખેલાડીઓ પણ છે જેનો ગીલ રેકોર્ડ તોડી શકે એમ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા કેપ્ટન રિકી પોન્ટિંગ કે જેને 2007માં 1,424 રન કર્યા હતા ત્યારબાદ 2017માં ભારતના ખેલાડી વિરાટ કોહલીએ 1,460 રન કર્યા હતા અને આ યાદીમાં ડેવિડ વોર્નર કે જેને સૌથી વધુ   સ્ટ્રાઈક રેટ સાથે 2016માં 1,388 રન કરી રેકોર્ડ બનાવ્યો હતો. ગિલ માટે સચિન તેંડુલકરના 1998ના વર્લ્ડ રેકોર્ડને તોડવો એક અધરો ટાસ્ક માનવામાં આવે છે. 

ઓસ્ટ્રેલિયા સામે ફરી એક મેચ

ભારત ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી સિરીઝ મેચ રમશે અને પછી વર્લ્ડ કપમાં નવ લીગ મેચમાં જોવા મળશે. જો તેઓ નોકઆઉટ માટે ક્વોલિફાય થાય છે, તો એક કે બે વધુ ગેમમાં દેખાય શકે છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વન-ડે સિરીઝમાં પણ તે જોવા મળી શકે છે. હવે જોવાનું રહ્યું કે આટલા મેચમાં તે હાલના ફોર્મને આગળ વધારીને શું સચિનના રેકોર્ડને બ્રેક કરી શકશે કે નહીં.

મેચ દીઠ 51 રનથી વધુ સ્કોરની જરૂરી

જો ગિલ ફિટ રહે છે અને ટીમ તેને કોઈ બ્રેક ન આપે તેમજ અન્ય કોઈ અણધારી ઈજા ન થાય તો તેની પાસે સચિનનો રેકોર્ડ તોડવા માટે 13 વન-ડે છે. આ રેકોર્ડ બ્રેક કરવા માટે તેણે મેચ દીઠ 51 રનથી વધુ સ્કોર કરવો પડશે તો જ તે સચિનના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી શકશે. જો કે, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જો ગિલ નહીં, તો કદાચ કોઈ નહીં એટલે કે કોરોના પછી ગિલ એકમાત્ર બેટ્સમેન છે જેણે એક જ વર્ષમાં ODI માં 1,000 રન બનાવ્યા હોય. 

ક્રિકેટની પ્રેસ્ટીજ ફોર્મેટ

બોર્ડે તેમના બેસ્ટ ક્રિકેટરો ટેસ્ટમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રયાસો કર્યા હતા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપે પણ ટેસ્ટ ક્રિકેટને જાળવવી રાખવામાં ભૂમિકા ભજવી હતી. મેન્સ ક્રિકેટના "પ્રેસ્ટીજ ફોર્મેટ" તરીકે, ઘણા ખેલાડીઓ હજુ પણ સૌથી લાંબા ફોર્મેટને પ્રાથમિકતા આપે છે. કદાચ તેઓ થોડા સમય માટે પણ ચાલુ રાખશે. પરંતુ આવા બંને ફોર્મેટ વચ્ચે સ્ક્વિઝ્ડ થઈને, ODI એ તેની સુસંગતતા ગુમાવવાનું શરૂ કર્યું, ખાસ કરીને ટીમોને વધુ દ્વિપક્ષીય સીરીઝ રમવા માટે લલચાવવા માટે કોઈ વર્લ્ડ કપ અથવા ચેમ્પિયન્સ ટ્રોફી નહીં.

વિશ્વ કપ સાથે, 2023 માં દેખીતી રીતે આ વલણમાં પલટો આવવાનો હતો, જેમ કે 2024માં T20 વર્લ્ડ કપની તૈયારીમાં લીમીટેડ ટાઇમ સાથે, ટીમો આગામી વર્લ્ડ ઇવેન્ટના આધારે લીમીટેડ ઓવરના બે ફોર્મેટને પ્રાથમિકતા આપશે. જે એશિયા કપ પહેલાથી જ ફોલો કરે છે.

તેંડુલકરના રેકોર્ડને તોડવાની આ એકમાત્ર તક

ગિલને તેંડુલકરના રેકોર્ડને તોડવાની આ એકમાત્ર તક છે. જો તે રેકોર્ડ તોડે છે, તો ગિલ એક વર્ષમાં વર્લ્ડ કપ અથવા બેસ્ટ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકે છે. જે     વાજબી અનુમાન છે, પરંતુ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી 2025માં રમાવાની છે. અને ટીમો જૂન 2024માં T20 વર્લ્ડ કપ પછી જ T20I થી ODI માં સ્વિચ કરશે. ગિલ 2023 માં એક્સ્ટ્રાઓર્ડીનરી રહ્યો છે.

ગિલે આ વર્ષે વન-ડેમાં અત્યાર સુધીમાં 1230 રન બનાવ્યા છે. આ રન બનાવીને તેણે એક વર્ષમાં ODIમાં સૌથી વધુ રન બનાવવાના મામલે 8 મોટા દિગ્ગજોને હરાવ્યા છે. જેમાં ધોનીએ વર્ષ 2007માં વન-ડે ક્રિકેટમાં કુલ 1103 રન બનાવ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અઝહરે 1997માં વન-ડેમાં કુલ 1104 રન બનાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનના એજાઝ અહેમદે 1997માં 1104 રન તો, ઈન્ઝમામ ઉલ હકે વર્ષ 1999માં 1106 રન બનાવ્યા હતા. સૌરવ ગાંગુલીએ વર્ષ 2002માં 1114 રન બનાવેલા હતા. ગ્રાન્ટ ફ્લાવરે વર્ષ 2001માં 1119 રન બનાવ્યા હતા. ગૌતમ ગંભીર વર્ષ 2008માં 1119 રન બનાવવામાં સફળ રહ્યો હતો. એટલે કે ગિલે આ તમામ 8 મોટા દિગ્ગજોને હરાવ્યા છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News