VIDEO : મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધા બાદ કોને કર્યો હતો ઈશારો? શુભમન ગિલે કર્યો ખુલાસો

ભારતે ગઈકાલે શ્રીલંકાને 302 રને હરાવીને વર્લ્ડ કપ 2023માં સતત સાતમી જીત મેળવી હતી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
VIDEO : મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધા બાદ કોને કર્યો હતો ઈશારો? શુભમન ગિલે કર્યો ખુલાસો 1 - image


Mohammed Shami gesturing after five wicket : મોહમ્મદ શમીએ ગઈકાલે ઘાતક બોલિંક કરતા શ્રીલંકાની ટીમ 55 રન પર જ ઢેર થઈ હતી અને ભારતે આ મેચ 302 રને જીતી (India beat sri lanka) હતી. મોહમ્મદ શમીએ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે પાંચ વિકેટ ઝડપ્યા બાદ બોલને પોતાના માથ પર રાખીને ડ્રોસિંગ રુમ તરફ ઈશારો કર્યો હતો જે બાદ દરેકના મનમાં એક મોટો પ્રશ્ન હતો કે આ ઈશારો કોના તરફ અને શા માટે કર્યો હતો.

શમીએ ડ્રેસિંગ રુમ તરફ કર્યો ઈશારો

ભારતના ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની આગઝરતી બોલિંગથી વર્લ્ડ કપ 2023માં કહેર મચાવ્યો છે. શ્રીલંકા સામેની મેચમાં ફરી એકવાર પાંચ વિકેટ ઝડપી (Five-wicket haul) હતી. આ સાથે જ તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર લિસ્ટમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. ગઈકાલની મેચમાં શમીએ પાંચમી વિકેટ ઝડપતા જ તેણે ડ્રોસિંગ રુમ તરફ એક ઈશારો કર્યો હતો જે બાદ દરેકના મનમાં એક મોટો પ્રશ્ન થયો હતો કે આ ઈશારો કોના તરફ અને શા માટે કર્યો હતો, જો કે આ વાતનો ખુલાસો ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે (Shubman Gill) કર્યો હતો. ગિલે મેચ બાદ જણાવ્યું હતું કે શમીનો આ ઈશારો ભારતીય ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બરે (Paras Mhambrey) માટે હતો. જો કે ગિલે શમીએ બોલિંગ કોચ તરફ ઈશારો શા માટે કર્યો તેનું કારણ જણાવ્યું ન હતું.

ભારતનો સતત સાતમો વિજય

મોહમ્મદ શમીએ ફરી એકવાર શનાદાર પ્રદર્શન કરતા શ્રીલંકા સામે 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને ભારતે 302 રનની મોટી જીત નોંધાવી હતી. શમીને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ સાથે જ ભારતે વર્લ્ડ કપ 2023માં સતત સાતમી મેચ જીતી હતી.

VIDEO : મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધા બાદ કોને કર્યો હતો ઈશારો? શુભમન ગિલે કર્યો ખુલાસો 2 - image


Google NewsGoogle News