World Cup 2023 : આજે ગિલ પાસે વનડેમાં આ વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક, માત્ર 14 રનની જ જરુર

હાલ સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી હાશિમ અમલાના નામે છે

હાશિમ અમલાએ 12 વર્ષ પહેલા ભારતીય ટીમ સામે જ આ રેકોર્ડ બનાવ્યો હતો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે ગિલ પાસે વનડેમાં આ વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક, માત્ર 14 રનની જ જરુર 1 - image
Image:File Photo

World Cup 2023 IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ODI World Cup 2023ની 21મી મેચ રમાનાર છે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે રમાશે. આ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ગિલ આજની મેચમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરવાનો(Fastest 2000 Runs In ODI) વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. હાલ આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી હાશિમ અમલાના નામે છે. અમલાએ જાન્યુઆરી 2011માં 40 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી માત્ર 14 રન દૂર ગિલ

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ આ વર્લ્ડ રેકોર્ડને પોતાના નામે કરવાથી માત્ર 14 રન દૂર છે. શુભમન ગિલે માત્ર 37 મેચની 37 ઇનિંગ્સમાં 64ની એવરેજથી 1986 રન બનાવ્યા છે. આજે ગિલે 14 રન બનાવી લીધા તો 38 ઇનિંગ્સમાં 2000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તે પોતાના નામે કરી લેશે. ગિલે અત્યાર સુધીના તેના ક્રિકેટિંગ કરિયરમાં 6 સદી અને 10 ફિફ્ટી ફટકારી છે.

અમલાએ 12 વર્ષ પહેલા ભારતીય ટીમ સામે જ બનાવ્યો હતો રેકોર્ડ

હાશિમ અમલાએ 12 વર્ષ પહેલા ભારતીય ટીમ સામે જ આ રેકોર્ડ બનાવ્યો હતો. જાન્યુઆરી 2011માં તેણે તેની 41મી વનડે મેચની 40મી ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ તેણે પાકિસ્તાનના ઝહીર અબ્બાસનો 28 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. અબ્બાસે વર્ષ 1983માં 45મી ઇનિંગમાં 2000 રન બનાવ્યા હતા.

ધવને 48 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા

ભારત તરફથી સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ શિખર ધવનના નામે છે. ધવને નવેમ્બર 2014માં શ્રીલંકા સામે હૈદરાબાદમાં 2000 રન પૂરા કર્યા હતા. ધવને 48 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા હતા. ધવન પછી નવજોત સિંહ સિદ્ધુ (52), સૌરવ ગાંગુલી (52), વિરાટ કોહલી (53), કે.એલ રાહુલ (53) અને ગૌતમ ગંભીર આ લીસ્ટમાં સામેલ છે. જો આજની મેચમાં ગિલ 14 રન બનાવશે તો આ તમામ ખેલાડીઓને પાછળ છોડી ટોપ પર પહોંચી જશે.

World Cup 2023 : આજે ગિલ પાસે વનડેમાં આ વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક, માત્ર 14 રનની જ જરુર 2 - image


Google NewsGoogle News