Get The App

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટર થઈ શકે છે બહાર, કારણ આવ્યું સામે

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટર થઈ શકે છે બહાર, કારણ આવ્યું સામે 1 - image

IND vs NZ, Shubman Gill : 16 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી 3 ટેસ્ટ મેચની સીરિઝ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર બેટર શુભમન ગિલ પહેલી ટેસ્ટ મેચમાં રમવાનું છોડી શકે છે. 

હકીકત ગિલની ગરદન જકડાઈ છે. અને તેના કારણે તેની ઉપલબ્ધતા અંગેનો અંતિમ નિર્ણય મેચની શરૂઆત પહેલા લેવામાં આવશે. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે તાજેતરમાં બાંગ્લાદેશ સામેની સીરિઝમાં તોફાની બેટિંગ કરી હતી. અને પહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. બીજી મેચમાં પણ તેણે 39 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જો ગિલ પહેલી ટેસ્ટ મેચમાંથી બહાર થાય છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો બની શકે છે.

શુભમન ગિલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષમાં ગિલે 8 ટેસ્ટ મેચની 15 ઇનિંગ્સમાં 50.92ની સરેરાશ સાથે 662 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી અને 2 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય વનડે અને T20માં પણ જોરદાર બેટિંગ છે. 

આ પણ વાંચો : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં હડકંપ, હેડ કોચને કરાયા સસ્પેન્ડ, ખેલાડીએ લગાવ્યો હતો ગંભીર આરોપ 

ઘરઆંગણે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યા બાદ ભારતીય ટીમ ઈન્ડિયા સામે પણ પૂરા આત્મ વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમનો બેટિંગ અને બોલિંગ બંને ઓર્ડર અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ટીમને મજબૂત શરૂઆત અપાવવામાં સફળ રહ્યા છે. જયારે શુભમન ગિલે ત્રીજા નંબર પર શાનદાર પ્રદર્શન કર્યું છે. કે.એલ રાહુલ અને ઋષભ પંતે પણ બાંગ્લાદેશ સામે બેટિંગ કરીને ધૂમ મચાવી હતી. 

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટર થઈ શકે છે બહાર, કારણ આવ્યું સામે 2 - image


Google NewsGoogle News