શુભમન ગિલના સ્થાને કોણ કરશે ઓપનિંગ? આ ખેલાડીને મળી શકે તક, જબરદસ્ત ધરાવે છે રેકોર્ડ

ગિલને સ્વસ્થ થવામાં 7થી 10 દિવસનો સમય લાગી શકે

આજે નક્કી થશે કે ગિલ કાંગારૂ ટીમ સામે રમશે કે નહીં

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
શુભમન ગિલના સ્થાને કોણ કરશે ઓપનિંગ? આ ખેલાડીને મળી શકે તક, જબરદસ્ત ધરાવે છે રેકોર્ડ 1 - image


Shubman Gill Dengue Positive : ભારતીય ટીમ 12 વર્ષથી વનડે વર્લ્ડ કપ ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે અને તેની પહેલી મેચ 8મી ઓક્ટોબરે ચેન્નઈમાં રમાનાર છે ત્યારે ઓપનર શુભમન ગિલને ડેન્ગ્યુ થતા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હવે શુભમન ગિલ વર્લ્ડ કપની એકથી વધુ મેચ ગુમાવી (Gill may miss more than one World Cup matches)શકે છે ત્યારે તેની જગ્યાએ ઈશાન કિશનને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. કિશને ઓપનર તરીકે વનડેમાં બેવડી સદી ફટકારી છે. જો ટીમ પાસે અન્ય વિકલ્પ (team has other options) પણ છે.

ગિલ એકથી વધુ મેચમાંથી બહાર થઈ શકે

ટીમ ઈન્ડિયાના (ICC World Cup 2023) સ્ટાર ક્રિકેટર અને પોતાની ધારદાર બેટિંગથી શત્રુ ટીમનો પરસેવો છોડાવી દેનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ મનાઈ રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ કેટલાક ટેસ્ટિંગ બાદ સ્ટાર બેટ્સમેનની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેશે. જો કે ગિલને સ્વસ્થ થવામાં 7થી 10 દિવસનો સમય લાગી શકે છે તેવી સ્થિતિમાં તેની એકથી વધુ મેચમાંથી બહાર થવાની સંભાવના છે ત્યારે ગિલની જગ્યાએ કોને (who will replaced in Gill's place?) રિપ્લેસ કરવામાં આવે તેવા સવાલો ઉભા થયા છે. 

ગિલના સ્થાને આ ખેલાડીને મોકો મળી શકે? 

જો શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈના ચેપોકમાં નહીં રમે તો મોટો સવાલ એ છે કે આ મેચમાં ભારતી ટીમ માટે કોણ ઓપનિંગ કરશે? આવી સ્થિતિમાં આ મહત્વપૂર્ણ મેચમાં રોહિત શર્માની સાથે શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. ઈશાન કિશને ઓપનર તરીકે વનડેમાં બેવડી સદી (Ishan Kishan has scored a double century in ODIs as an opener) ફટકારી છે, જો કે ભારતીય ટીમ પાસે એક અન્ય દાવેદાર તરીકે કેએલ રાહુલ પણ છે, કારણ કે એશિયા કપમાં પરત ફર્યા બાદ રાહુલ શાનદાર (Rahul is in great form) ફોર્મમાં છે.  

શુભમન ગિલના સ્થાને કોણ કરશે ઓપનિંગ? આ ખેલાડીને મળી શકે તક, જબરદસ્ત ધરાવે છે રેકોર્ડ 2 - image

શુભમન ગિલની સારવાર ચાલી રહી છે? 

ભારતીય ટીમ રવિવારે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને ગઈકાલે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. આ પછી, ડેન્ગ્યુ સંબંધિત ટેસ્ટ કરવામાં આવ્યા, જે પછી તેની સારવાર ચાલી રહી છે. આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. આજે ટેસ્ટિંગનો બીજો રાઉન્ડ કરવામાં આવશે જેના બાદ નક્કી થશે કે શુભમન ગિલ કાંગારૂ ટીમ સામે રમશે કે નહીં.


Google NewsGoogle News