'ટેક યોર ટાઈમ દીકરા...' સ્મિથ-લાબુશેનની ઉશ્કેરણીમાં ભૂલ કરી બેઠો ભારતનો ટોપ બેટર...
IND Vs AUS, Shubman Gill : ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સ્લેજિંગ કરવાની આદત માટે જાણીતી છે. આ મામલે કાંગારુઓથી વધુ હોશિયાર કોઈ નથી. વિપક્ષી ટીમને પોતાની વાતોમાં ફસાવીને તેમની પાસેથી ભૂલો કરાવવાની ઓસ્ટ્રેલિયન ટીમની જૂની વ્યૂહરચના રહી છે અને સિડની ટેસ્ટમાં પણ ફરી એકવાર એવું જ જોવા મળ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતનો શુભમન ગિલ ઓસ્ટ્રેલિયાની આ યુક્તિનો શિકાર બન્યો હતો.
ભારતની આશા પર ગિલે પાણી ફેરવ્યું
ચોથી ટેસ્ટ મેચમાં ગિલ ભારતીય ટીમમાંથી બહાર રહ્યો હતો. પરંતુ પાંચમી ટેસ્ટ મેચમાં તે પરત ફર્યો હતો. તેની પાસેથી અપેક્ષા હતી કે તે આ મેચમાં મોટી ઇનિંગ રમશે. તેણે શરૂઆત સારી કરી હતી, પરંતુ લંચ પહેલા તે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેનની યુક્તિઓમાં ફસાઈ ગયો અને તેની વિકેટ નાથન લિયોનના હાથે આઉટ થઇ ગયો હતો.
ઓસ્ટ્રેલિયાની યુક્તિમાં ફંસાઈ ગયો ગિલ
ભારતે સિડની ટેસ્ટ મેચના પહેલા દિવસના પહેલા સેશનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા કેએલ રાહુલ આઉટ અને બાદમાં જ્રના પર ભારતને વધુ આશા હતી એ યશસ્વી જયસ્વાલ પણ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી વિરાટ કોહલી અને ગિલે ભારતીય ઇનિંગની કમાન સંભાળી હતી. આ દરમિયાન લાબુશેન અને સ્મિથે આ ભાગીદારી તોડવાની એક યુક્તિ બનાવી હતી. જ્યારે લિયોન બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે લાબુશેન અને સ્મિથે ગિલને હેરાન કરવાનું ચાલુ કરી દીધું અને ભારતીય બેટરો તેમની વાતમાં આવી ગયો અને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
લાબુશેન: આરામ....આરામથી, તેને ઈજાની જરૂર છે
સ્ટીવ સ્મિથ: આ બકવાસ છે. ચાલો રમીએ
શુભમન ગિલઃ સ્મિથ તું તારો સમય લે છે, તને કોઈ કંઈ કહેતું નથી.
સ્ટીવ સ્મિથ: રમો દોસ્ત. ચાલો રમીએ.
લાબુશેન: તારો સમય લઈલે બેટા.
ગિલ 20 રન બનાવી થયો આઉટ
આ પછી બીજા બોલ પર ગિલ આગળ વધીને બોલને રમવાનો પ્રયાસ કર્યો અને બોલ તેના બેટની કિનારી પર અડીને સ્લિપમાં ઉભેલા સ્મિથના હાથમાં પકડાઈ ગયો હતો અને ગિલ 20 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પોતાની ઇનિંગમાં દરમિયાન તેણે બે ચોગ્ગા ફટકાર્યા હતા. ગિલને ખબર હતી કે, ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ આવા નિવેદનો આપતા રહે છે કે જેથી કરીને બેટર કોઈ ભૂલ કરી બેશે, તેમ છતાં તે તેમની જાળમાં ફસાઈ ગયો હતો.
આ પણ વાંચો : IND vs AUS 5th Test LIVE: રોહિત વગરની ટીમ ઈન્ડિયા 185 રનમાં ઓલઆઉટ, કોહલી ફરી ફ્લોપ
ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ મેચ
હાલમાં રમાઈ રહેલી સિડની ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતવામાં સફળ રહે છે તો ટીમની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની સંભાવના વધી જાય છે. આ સાથે જ ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ 2-2થી બરાબરી પર આવી જશે. આ ટ્રોફી છેલ્લા 10 વર્ષથી ભારત પાસે છે. જો સિડની ટેસ્ટ ડ્રો થશે તો પણ ઓસ્ટ્રેલિયા સીરિઝ જીતી જશે અને ટ્રોફી પણ કબજે કરી દેશે.