12 હજાર કિલોમીટરનું અંતર કાપી ગુજરાત ટાઈટન્સના કેપ્ટનને જોવા લખનઉ પહોંચ્યા બે નાનકડા ફેન્સ
Image:Social Media |
Shubman Gill Fan From New Zealand : IPL 2024ની 21મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી.આ મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલના ચાહકો બે નાના બાળકો લગભગ 12 હજાર કિલોમીટરનું અંતર કાપીને ન્યુઝીલેન્ડથી તેમના મનપસંદ ખેલાડીને સપોર્ટ કરવા આવ્યા હતા. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બંને નાના બાળકો પોસ્ટરો સાથે તેમના પ્રિય ખેલાડી શુભમન ગિલને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.
12 હજાર કિલોમીટરનું અંતર GTના કેપ્ટનને મળવા પહોંચ્યા બે નાના ચાહકો
લખનઉના ઈકાના સ્ટેડિયમ પહોંચેલા બે નાના બાળકોએ પોસ્ટરમાં લખ્યું હતું કે, તેઓએ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચથી લગભગ 12 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. પોસ્ટરમાં આગળ લખ્યું હતું કે, તેઓ શુભમન ગિલ અને કેન વિલિયમસનને IPLમાં બેટિંગ કરતા જોવા માંગે છે. આ સિવાય તેઓ મેચ બાદ શુભમન ગિલ અને કેન વિલિયમસનને મળવા પણ માંગે છે. જો કે આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
LSGએ ગુજરાતને 33 રને હરાવ્યું
મેચની વાત કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે.એલ રાહુલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં શુભમન ગિલની ટીમ 130 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. LSGએ ગુજરાત ટાઈટન્સને 33 રને હરાવ્યું હતું. GT તરફથી કેપ્ટન શુભમન ગિલ 21 બોલમાં 19 રન બનાવ્યા હતા. યશ ઠાકુરે શુભમન ગિલને પોતાનો શિકાર બનાવ્યો હતો.