World Cup 2023 : શુભમન ગિલની પ્લેટલેટની સંખ્યા ઘટી, ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ, પાક. સામે મેચ ગુમાવી શકે

તે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : શુભમન ગિલની પ્લેટલેટની સંખ્યા ઘટી, ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ, પાક. સામે મેચ ગુમાવી શકે 1 - image


Shubman Gill Health Update : ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવીને વિશ્વકપમાં પોતાના અભિયાનની શરુઆત કરી દીધી છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે ODI World Cup 2023ની શરૂઆતથી જ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. શુભમન ગિલને ચેન્નઈની એક હોસ્પિટલ (hospitalized)માં દાખલ કરવામાં આવ્યો છે.

ગિલ પાકિસ્તાન સામે મેચ ગુમાવી શકે છે

ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ડેન્ગ્યુથી પ્લેટલેટ્સ ઓછા થવાને કારણે ચેન્નઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ઓસ્ટ્રેલિયા સામે ODI World Cup 2023ની પ્રથમ મેચ રમી શક્યો ન હતો તેમજ તે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી  માહિતી મુજબ તે હવે પાકિસ્તાન સામેની મેચમાં ગિલના રમવાની સંભાવના ઓછી છે.


Google NewsGoogle News