હવે આવી ભૂલ કરી તો મેચ માટે લાગશે પ્રતિબંધ, શુભમન ગિલ સામે BCCIની કડક કાર્યવાહી
Image Source: Twitter
Shubman GillI: IPL 2024માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યુ હતું. આ મેચમાં મળેલી જીત સાથે જ ગુજરાત ટાઈટન્સે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. આ વચ્ચે BCCI શુભમન ગિલને મોટો ઝટકો આપ્યો છે. શુભમન ગિલને શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
શુભમન ગિલ પર પ્રતિબંધનું જોખમ
BCCI અને IPL એ દંડની પુષ્ટિ કરતા એક નિવેદન જારી કર્યું છે જેમાં જણાવ્યું કે, સ્લો ઓવર રેટના ઉલ્લંઘન સબંધિત IPLની આચાર સંહિતા હેઠળ આ ટીમનો સીઝનનો બીજો ગુનો હતો. જેના કારણે ઉલ્લંઘનની ગંભીરતાને દર્શાવતા ગિલ પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત IPLના નિયમો પ્રમાણે ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25%ના વ્યક્તિગત દંડનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં જો શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમ ફરી એકવાર આ નિયમનું ઉલ્લંઘન કરશે તો ગિલની ઉપર એક મેચ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
ચેન્નાઈ સુપર કિંગ્સને એક મહત્ત્તવપૂર્ણ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર સાથે જ તેની ટીમને પોઈન્ટ ટેબલમાં નેટ રન રેટનું નુકશાન થયુ છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પ્રથમ બેટિંગ કરતા GTની ટીમે શુભમન ગિલ અને સાઈ સુદર્શનની સદીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. આ મેચમાં શુભમને 55 બોલમાં 104 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી અને સાઈ સુદર્શને 51 બોલમાં 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી.