T20 વર્લ્ડકપની વચ્ચે જ ટીમ ઈન્ડિયાનો મોટો નિર્ણય: આ બે ખેલાડીઓને કરી દેવાશે રીલીઝ, જાણો કારણ
T20 World Cup: ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024માં સતત ત્રણ મેચ જીતીને સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમે તેની છેલ્લી મેચ 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામે રમવાની છે. આ મેચ બાદ ટીમના બે ખેલાડીઓને રીલીઝ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓપનર શુભમન ગિલ અને ફાસ્ટ બોલર અવેશ ખાન ટીમ ઈન્ડિયા સાથે સુપર-8 મેચ માટે વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય.
શુભમન ગિલ અને અવેશ ખાન ભારત પરત ફરશે
સુત્રો અનુસાર, આ ભારતીય મેનેજમેન્ટનો નિર્ણય છે. પ્લાન મુજબ અવેશ અને ગિલ પણ ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝ જવાના હતા પરંતુ હવે ટીમે તેમને રીલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. અવેશ ખાન, શુભમન ગિલ, રિંકુ સિંહ અને ખલીલ અહેમદ ટીમ સાથે રિઝર્વ પ્લેયર તરીકે અમેરિકા ગયા હતા.
શુભમન ગિલ સ્ટેડિયમમાં ગયો ન હતો
ટીમ ઈન્ડિયા સાથે રિઝર્વ ખેલાડીઓ અમેરિકા ગયા હતા. ખેલાડીઓએ પ્રથમ ત્રણ મેચ દરમિયાન ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હતો. અવેશ ખાન અને રિંકુ સિંહ સ્ટેન્ડ પરથી ટીમને ચીયર કરતા હતા. જો કે, શુભમન ગિલ કોઈ પણ મેચ માટે સ્ટેડિયમ ગયો ન હતો. તે મેચ દરમિયાન હોટલમાં જ રોકાયો હતો.
ભારત સુપર-8 માટે ક્વોલિફાય થયું
ભારતીય ટીમ અત્યારે ગ્રુપ Aમાં ટોચના સ્થાને છે. તેણે 5 જૂને આયર્લેન્ડ સામેની મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. આ પછી, 9 જૂને, પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. 12 જૂને ભારતે અમેરિકાને સાત વિકેટે હરાવીને આ ગ્રુપમાંથી સુપર-8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. ત્રણેય મેચ ન્યૂયોર્કમાં રમાઈ હતી. ટીમની છેલ્લી મેચ ફ્લોરિડામાં છે. જો કે, વરસાદને ધ્યાનમાં રાખીને, મેચ થવાની સંભાવના ઘણી ઓછી છે.