શુભમન ગિલ ચેન્નઈથી સીધો અમદાવાદ પહોંચ્યો, પાક સામેની હાઈ વોલ્ટેજ મેચ રમવા પર હજુ પણ સસ્પેન્સ

ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા હોવાથી ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો

આજે સ્ટાર ઓપનર ટીમ સાથે પ્રેક્ટિસ કરી શકે તેવી સંભાવના છે

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
શુભમન ગિલ ચેન્નઈથી સીધો અમદાવાદ પહોંચ્યો, પાક સામેની હાઈ વોલ્ટેજ મેચ રમવા પર હજુ પણ સસ્પેન્સ 1 - image
Image : file pic Twitter

Shubman Gill arrives in Ahmedabad : અમદાવાદમાં 14મી તારીખે ક્રિકેટના બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ (Ind-Pak high voltage match) રમાનાર છે અને આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ભારતનો સ્ટાર બેટર શુભમન ગિલ (Shubman Gill) ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ (arrived in Ahmedabad) પહોંચ્યો હતો. 

ચેન્નઈની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સીધો અમદાવાદ પહોંચ્યો

ભારતે વર્લ્ડ કપની બંને મેચ જીતી લીધી છે અને બંને મેચમાં શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે (due to dengue) બહાર રહ્યો હતો. આ કારણે જ ઈશાન કિશ (Ishan Kishan)ને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharm) સાથે ઓપનિંગ કરી હતી જો કે ભારતના સ્ટાર ઓપનિંગ બેટર શુભમન ગિલને ચેન્નઈની હોસ્પિટલમાંથી રજા મળી (discharged from hospital) ગયા બાદ ગઈકાલે તે લગભગ 1 વાગ્યે અમદાવાદ પહોંચ્યો હતો. ભારત અને પાકિસ્તાનની મેચ શનિવારે રમાનાર છે ત્યારે આ મેચમાં શુભમન ગિલ રમશે કે કેમ તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગિલ લગભગ રિકવર (almost recovered) થઈ ગયો છે તેમ છતાં તેના પાકિસ્તાન સામે રમવા અંગે કોઈ માહિતી મળી ન હોવાથી સસ્પેન્સ યથાવત છે.

ગિલ ટીમ સાથે દિલ્હી ગયો ન હતો

ભારતીય ટીમ ચેન્નઈથી દિલ્હી ગઈ હતી જો કે ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઘટી (platelet count dropped) ગયા હોવાથી ગિલ તે ચેન્નઈમાં જ રહ્યો હતો અને દિલ્હી ટીમ સાથે ગયો ન હતો. હાલ તે ચેન્નઈથી અમદાવાદ સીધો જ પહોંચ્યો છે અને આજે તે ટીમ સાથે પ્રેક્ટિસ કરી શકે (likely to practice) તેવી સંભાવના છે. ગિલ પહેલા કરતા સ્વસ્થ અનુભવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી તારીખે મહામુકાબલો રમાનાર છે ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સ આ મેચમાં ગિલના રમવાની રાહ (fans are waiting) જોઈ રહ્યા છે. 


Google NewsGoogle News