ગુજરાતી પ્લેયરને બહાર કરવો ભારે પડ્યું ટીમ ઈન્ડિયાને, હવે આ ખેલાડીઓને કાઢો, નહીંતર...

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને 28 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતી પ્લેયરને બહાર કરવો ભારે પડ્યું ટીમ ઈન્ડિયાને, હવે આ ખેલાડીઓને કાઢો, નહીંતર... 1 - image
Image: Twitter

IND vs ENG 1st Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ સમાપ્ત થયા બાદ જયારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી આ હારનું કારણ પૂછવામાં આવ્યું તો રોહિત પાસે આનો કોઈ જવાબ ન હતો. રોહિતથી પૂછવામાં આવ્યું કે ટીમ ઈન્ડિયામાં ક્યાં ભૂલ થઈ? તો તેણે કહ્યું, "આનો જવાબ આપવો મુશ્કેલ છે. જોયા પછી મૂલ્યાંકન કરીશું કે ભૂલ ક્યાં થઈ?" હવે વાત એ છે કે મેચ પછી તરત જ રોહિત માટે ટીમની નબળી કડીને સમજવી ખરેખર મુશ્કેલ હતી. અથવા તે તેનું ધ્યાન તે દિશામાં દોરવા માંગતો નથી. જો તે હજુ પણ નિષ્ફળ ખેલાડીઓ સામે પગલાં લેવાના મૂડમાં નથી, તો ભારતીય ટીમે તેની કિંમત ચૂકવવી પડશે.

પુજારા જેવા બેટ્સમેનને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના 2 એવા ખેલાડીઓ છે જે વારંવાર તક આપવા છતાં સારું પ્રદર્શન કરી રહ્યા નથી. આ ખેલાડીઓના સતત નિષ્ફળ થવાના કારણે ભારતીય ટીમની હૈદરાબાદમાં હાર થઇ હતી. આવા ખેલાડીઓમાં બે નામો મુખ્ય હતા - પ્રથમ શુભમન ગિલ અને બીજું શ્રેયસ અય્યર. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં આ બંને પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આ આશા પૂરી કરવાની તક પણ હતી કારણ કે પુજારા જેવા બેટ્સમેનને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો હતો અને અય્યર પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગિલે બેટિંગ ક્રમમાં વિરાટ કોહલીની જગ્યા લીધી હતી. પરંતુ માત્ર મોટા ખેલાડીઓના રિપ્લેસમેન્ટ બનવાથી કશું પ્રાપ્ત થતું નથી, વ્યક્તિએ તેમના જેવું પ્રદર્શન પણ કરવું પડે છે, જેમાં ગિલ અને અય્યર બંને નિષ્ફળ ગયા છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ બેન્ચ પર

સારી વાત એ છે કે જે પણ થયું તે પ્રથમ ટેસ્ટમાં જ જોવા મળી ગયું હતું. ભારત સીરિઝમાં હજુ 0-1થી પાછળ છે. હજુ 4 ટેસ્ટ મેચ બાકી છે એટલે કે સીરિઝ જીતવાની તક છે. એવું નથી કે ટીમ પાસે કોઈ વિકલ્પ નથી. રજત પાટીદાર જેવો ખેલાડી બેન્ચ પર બેઠેલો છે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. તે સ્પષ્ટ છે કે જો ભારતીય ટીમ સીરિઝ હારની ભારે કિંમત ચૂકવવાથી બચવા માંગે છે, તો ગિલ અને અય્યરનું કંઈક કરવું પડશે.

ગિલ અને અય્યરના ટેસ્ટ ક્રિકેટના આંકડા નિરાશાજનક

શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના ટેસ્ટ ક્રિકેટના આંકડા ખુબ જ નિરાશાજનક છે. હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ગિલે માત્ર 23 રન બનાવ્યા જયારે અય્યરના ખાતામાં માત્ર 35 રન હતા. પરંતુ જયારે રન ચેઝ કરવાનો વારો આવ્યો ત્યારે આ બંને ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ થયા હતા. બીજી ઇનિંગમાં ગિલ શૂન્ય અને અય્યર માત્ર 13 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. છેલ્લી 11 ટેસ્ટ ઇનિંગમાં ગિલ કે અય્યરમાંથી કોઈએ ફિફ્ટી ફટકારી નથી. આ ઉપરાંત હવે બેટિંગમાં ગિલની એવરેજ પણ 30થી નીચે આવી ગઈ છે. બીજી તરફ, 22 ટેસ્ટ ઇનિંગ્સ રમ્યા બાદ અય્યર માત્ર 6 વખત જ 50થી વધુ રનનો આંકડો પાર કરી શક્યો છે. હવે સમય આવી ગયો છે કે ભારતીય ટેસ્ટ ટીમમાં આ ખેલાડીઓના સ્થાનને લઈને કડક નિર્ણય લેવામાં આવે.

ગુજરાતી પ્લેયરને બહાર કરવો ભારે પડ્યું ટીમ ઈન્ડિયાને, હવે આ ખેલાડીઓને કાઢો, નહીંતર... 2 - image


Google NewsGoogle News