સારા અને શુભમન ફોટોગ્રાફર્સથી સંતાકૂકડી રમતા પકડાઈ ગયા, કેમેરા જોઈને ગિલે પગ પાછા ખેંચ્યા

મુંબઈમાં એક મોલના લોન્ચમાં શુભમન ગિલ પહોંચ્યો હતો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
સારા અને શુભમન ફોટોગ્રાફર્સથી સંતાકૂકડી રમતા પકડાઈ ગયા, કેમેરા જોઈને ગિલે પગ પાછા ખેંચ્યા 1 - image
Image:Screengrab

Sara Tendulkar And Shubman Gill : ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પોતાના રીલેશનશીપને લઈને હાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી ગિલનું નામ સારા સાથે જોડાઈ રહ્યું છે, પરંતુ આ કપલે ક્યારેય તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. હવે આ રૂમર્ડ કપલનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેના પછી ચાહકોને ખાતરી થઈ ગઈ છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

કેમેરામાં કેદ થયા સારા અને ગિલ

હાલમાં જ મુંબઈમાં એક લગ્ઝરી મોલનો લોન્ચ થયો હતો. આ લોન્ચમાં બોલીવૂડ અને ક્રિકેટ જગતની મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. આ દરમિયાન શુભમન ગિલને પણ જોવામાં આવ્યો હતો. ગિલ આ લોન્ચમાં સારા સાથે જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સારા રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે જ્યારે શુભમન ગિલ બ્લેક આઉટફિટમાં છે. જો કે ગિલે કેમેરા જોતાની સાથે જ પોતાના પગ પાછા ખેંચી લીધા હતા.

સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું ગિલનું નામ

થોડા સમય પહેલા એક મેચ દરમિયાન સારા સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી, જ્યાં તે ગિલની બેટિંગ પર રીએક્ટ કરતી જોવા મળી હતી. સારા અને ગિલ અગાઉ પણ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. જો કે તે પછી બંનેના બ્રેકઅપની અફવાઓ ફેલાઈ હતી. થોડા સમય પહેલા ગિલનું નામ સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું.   

સારા અને શુભમન ફોટોગ્રાફર્સથી સંતાકૂકડી રમતા પકડાઈ ગયા, કેમેરા જોઈને ગિલે પગ પાછા ખેંચ્યા 2 - image


Google NewsGoogle News