Get The App

VIDEO : શ્રેયસ અય્યરે ડાઈવ લગાવીને ઝડપ્યો જબરદસ્ત કેચ, વીડિયો જોઈને ચોંકી જશો

પ્રથમ ઇનિંગમાં ભારતે 396 રન બનાવ્યા હતા

જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 253 રનમાં ઓલઆઉટ

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
VIDEO : શ્રેયસ અય્યરે ડાઈવ લગાવીને ઝડપ્યો જબરદસ્ત કેચ, વીડિયો જોઈને ચોંકી જશો 1 - image
Image:Screengrab

IND vs ENG 2nd Test : શ્રેયસ અય્યરે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે એક જબરદસ્ત કેચ પકડ્યો હતો. અય્યરે ઝેક ક્રોલીનો કેચ પકડીને તેને પવેલિયન ભેગો કર્યો હતો. અય્યરે પાછળની તરફ ભાગીને કેચ પકડ્યો હતો જેની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. શ્રેયસ અય્યરના આ કેચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

અક્ષર પટેલે ભારતને અપાવી સફળતા

ઓલરાઉન્ડર અક્ષર પટેલે 23મી ઓવરના ત્રીજા બોલ પર ક્રોલીને પોતાની સ્પિનના જાળમાં ફસાવી લીધો હતો. ક્રોલી ઓફ સ્ટમ્પ લાઈનમાં આવેલા ફુલ લેન્થ બોલ પર આગળ વધીને હવામાં શોટ મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે, બોલ થોડો બહાર તરફ સ્પિન થયો, જેના કારણે ક્રોલી યોગ્ય રીતે શોટ રમવામાં સફળ ન થયો. બેટની એડ્ગ વાગતા બોલ બેકવર્ડ પોઈન્ટની દિશામાં ગયો, જ્યાં અય્યર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. અય્યર ઝડપથી પાછળની તરફ દોડ્યો અને ડાઇવ કરીને મુશ્કેલ કેચ પકડ્યો.

ઇંગ્લેન્ડની ટીમ 253ના સ્કોર પર સમેટાઈ 

જણાવી દઈએ કે ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા. જયસ્વાલની બેવડી સદીના કારણે ભારતીય ટીમ 396 રનના સ્કોર સુધી પહોંચી હતી. ઇંગ્લેન્ડની ટીમે પણ પ્રથમ ઇનિંગની શરૂઆત શાનદાર રીતે કરી હતી. ક્રોલી અને ડકેટે પ્રથમ વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. ડકેટને કુલદીપ યાદવે 11મી ઓવરમાં આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બુમરાહે 26મી ઓવરમાં જો રૂટને આઉટ કરીને ભારતને મોટી વિકેટ અપાવી હતી. ઇંગ્લેન્ડની ટીમ 253 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.   

VIDEO : શ્રેયસ અય્યરે ડાઈવ લગાવીને ઝડપ્યો જબરદસ્ત કેચ, વીડિયો જોઈને ચોંકી જશો 2 - image


Google NewsGoogle News