IPL 2025 મેગા ઓક્શનમાં આ ત્રણ ખેલાડીઓ તોડી શકે છે તમામ રેકૉર્ડ! રૂ.25 કરોડથી વધુ લાગશે બોલી
IPL 2025, Mega Auction : ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સાથે સાથે ક્રિકેટના ચાહકો નજર IPL 2025ની મેગા ઓક્શન પર છે. આ વર્ષે દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમોએ તેમના સ્ટાર ખેલાડીઓ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ સ્થિતિમાં બધી ફ્રેન્ચાઇઝીઓ બિડિંગ માટે તૈયાર છે. જે આ વખતે IPL મેગા ઓક્શનનો ઇતિહાસ બદલી શકે છે. ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સે 24 કરોડ 75 લાખ રૂપિયાની બોલી લગાવીને મિશેલ સ્ટાર્કને ટુર્નામેન્ટના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો હતો. આ વખતે આ રેકોર્ડ પણ તૂટી શકે છે.
શ્રેયસ અય્યર
કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી 10 વર્ષ પછી ટીમને ચેમ્પિયન બનાવનાર કેપ્ટનને છોડી દેશે. ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાંથી બહાર ચાલી રહેલા શ્રેયસ અય્યરે તાજેતરમાં રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં IPL ઈતિહાસમાં પહેલી વખત દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં પહોંચ્યું હતું. આ સ્થિતિમાં,જે ટીમો વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટર અને કેપ્ટનની શોધમાં છે, તેના માટે શ્રેયસ અય્યર શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.
રિષભ પંત
દિલ્હી કેપિટલ્સ અને રિષભ પંત વચ્ચે આઠ વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો છે. પંત સાથે થયેલા જીવલેણ અકસ્માત બાદ તેણે ભારતીય ટીમને T20 વર્લ્ડકપ જીતવામાં મદદ કરી હતી. તેમ છતાં દિલ્હીએ તેને રિટેન રાખ્યો નથી. માત્ર હજુ 27 વર્ષનો છે, તેથી તેની આગળ લાંબી કારકિર્દી છે. તેથી જો તે ઓકશનના ટેબલ પર મિશેલ સ્ટાર્કનો રૂ. 24.75 કરોડની બોલી લગાવવાનો રેકોર્ડ તોડી નાખે તો નવાઈ નહીં.
જોસ બટલર
પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ઇંગ્લિશ ઓપનર જોસ બટલરને રાજસ્થાન રોયલ્સે રિટેન રાખ્યો નથી. બટલર છેલ્લી ઘણી સિઝનમાં રાજસ્થાનનો એક્સ ફેક્ટર હતો. બટલરને સામેલ કરવા માટે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે હોડ જામી છે. તેણે IPLમાં સતત સાત સદી ફટકારી છે. જે ટીમોને વિશ્વસનીય ઓપનિંગ બેટર કે કેપ્ટનની જરૂર હોય તે બટલર પર દાવ લગાવી શકે છે.